એશ્વર્યા રાયની હમશકલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મચાવ્યો તહેલકો, જુઓ વાયરલ વીડિયો

બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સેલેબ્સ તેની પર્સનલ લાઇફથી લઈને પ્રોફેશનલ લાઇફથી જોડાયેલી તસવીરો ચાહકો સાથે શેર કરતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ ઘણા સેલેબ્સના હમશકલ પણ મળી ચુક્યા છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનની જેમ દેખાવવા વાળો ઇબ્રાહિમ કાદરીની તસવીરો વાયરલ થઇ હતી અને હવે એશ્વર્યા રાયની જેવી દેખાવા વાળી છોકરી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.

એશ્વર્યા રાયની જેમ દેખાવા વાળી આ છોકરીનું નામ આશિતા રાઠૌર છે. સોશિયલ મીડિયા પર આશિતાની જોરદાર ફેન ફોલોઇંગ છે અને ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેના વીડિયો શેર કરતી હોય છે. આશિતાને ઇન્સ્ટાગ્રામ પર 69 હજાર કરતા વધુ લોકો ફોલો કરે છે. આશિતા રાઠૌર તેના લેટેસ્ટ વીડિયોમાં ગીત ‘મેરે દિલ કો ક્યાં હો ગયા’ પર અભિનય અને લિપસિંગ કરતી નજર આવી રહી છે અને બીજા વીડિયોમાં એશ્વર્યાનું ગીત ‘તેરી રાહો મેં હૈ’ પર લિપસિંગ કરતી નજર આવી રહી છે.

આશિતાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે,’એશ્વર્યા રાય.’, બીજા એક યુઝરે લખ્યું કે,’ કોઈ આટલું સેમ કઈ રીતે હોઈ શકે છે.’ જણાવી દઈએ કે આ છોકરી પુરી રીતે એશ્વર્યા જેવી દેખાઈ રહી છે. તેને જોતા જ લોકો છેતરાઈ જતા હોય છે કે આ એશ્વર્યા રાય જ છે.

આશિતા સોશિયલ મીડિયાની એશ્વર્યા રાય કહેવામાં આવે છે. છોકરીએ તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ એશ્વર્યા રાયની કોપી છે આને જોઈને એક વાર તો અભિષેક બચ્ચન પણ વિચારમાં પડી જશે. એશ્વર્યા રાયની હમશકલની આ વીડિયો ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો આ વીડિયો પર ખુબ જ લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aashita Singh (@aashitarathore)

એશ્વર્યા રાયના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સાઉથની ફિલ્મ ‘પોંન્નીયન સેલવન’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેનો ડબલ રોલ છે. આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે એશ્વર્યા અનિલ કપૂરની સાથે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘પન્ને ખાં’માં નજર આવી હતી.

disabled