કયા કારણે એશ્વર્યા રાયે સલમાન ખાન સાથે કર્યુ હતુ બ્રેકઅપ, જાણો

એશ્વર્યા રાયે કહ્યુ સલમાન ખાનની આ ગંદી હરકતને કારણે કરી લીધુ હતુ બ્રેકઅપ

બોલિવુડની દુનિયામાં અવાર નવાર અફેર્સ અને બ્રેકઅપને લઇને ચર્ચાઓ થતી રહે છે.  અમિતાભ બચ્ચન-રેખા, રાની મુખર્જી-ગોવિંદા, શિલ્પા શેટ્ટી-અક્ષય કુમાર, એશ્વર્યા રાય-સલમાન ખાન જેવા અનેક સેલેબ્સના બ્રેકઅપ બોલિવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. આજે આપણે વાત કરીશું બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને બોલિવુડના દબંગ સલમાન ખાનના બ્રેકઅપ વિશે…

એક જમાનામાં સલમાન અને એશ્વર્યા બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાનેે ડેટ પણ કર્યુ હતુ. સલમાન અને એશ્વર્યાએ ઘણી ફિલ્મોમાં સાથેે કામ કર્યુ છે. તે બંનેએ ફિલ્મોમાં ઘણો રોમાન્સ પણ કર્યો છે. બંનેનું અફેર બોલિવુડમાં ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ, પરંતુ આ બંનેની રિલેશનશિપ થોડા વર્ષોમાં તૂટી ગઇ.

વર્ષ 1999માંં આવેલી ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ”માં સલમાન અને એશ્વર્યા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપર હિટ રહી હતી. આ ઉપરાંત તેઓએ “ઢાઇ અક્ષર પ્રેમ કે” જે વર્ષ 2000માં આવી હતી, તે બાદ “હમ તુમ્હારે હે સનમ” જે વર્ષ 2002માં આવી હતી તેમાં સાથે કામ કર્યુ છે. આ દરમિયાન બંનેનો સંબંધ ઘણો બુલંદી પર હતો, પરંતુ વર્ષ 2002માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ.

એશ્વર્યા અને સલમાન ખાનનું બ્રેકઅપ ઘણુ હંગામા વાળુ રહ્યુ હતુ. મીડિયાએ પણ આ પર ઘણી વાતો બનાવી હતી.  એક ઇન્ટરવ્યુ દરમિયાન એશ્વર્યા રાયે કહ્યુ હતુ કે, સલમાન ખાન તેમની સાથે મારપીટ કરતા હતા, સલમાન હિંસક વ્યવહાર કરતા હતા. તેમણે કહ્યુ કેે, સલમાન તેમના પર હાથ ઉઠાવતા હતા. આ તો સારુ રહ્યુ કે, હું સુરક્ષિત રહી.

એશ્વર્યાના આરોપોના જવાબમાં સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં તેમનો પક્ષ રાખતા કહ્યુ કે, મેં કયારેય એશ્વર્યા સાથે ખોટો વ્યવહાર કર્યો નથી, હું કયારેય તેમની સાથે હિંસક થયો નથી. એકવાર એશ્વર્યાએ મને પેટમાં માર્યુ હતુ અને મારા પર ચંપલ પણ ફેક્યુ હતુ, આ જ કારણે મારો હાથ તેમના પર ઉઠી ગયો હતો.

એશ્વર્યા અને સલમાન ખાનના બ્રેકઅપ બાદ મીડિયામાં ઘણી વાતો ઉછળી હતી. તે બાદ બંનેએ એકબીજા સાથે કામ કરવાનું બંધ કરી દીધું. તે બાદ એશ્વર્યા અને સલમાનની કોઇ ફિલ્મ સાથે નથી આવી. સલમાન અને એશ્વર્યા એકબીજાને પાર્ટી હોય કે ઇવેન્ટ હોય કે પછી કોઇ એવોર્ડ ફંકશન હોય તેમાં ઇગ્નોર કરે છે.

તમને જણાવી દઇએ કે, એશ્વર્યા રાયે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અને બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન કરી લીધા. હવે આ કપલની એક દીકરી પણ છે, જેનુંં નામ આરાધ્યા બચ્ચન છે અને તે પોપ્યુલર સ્ટાર કિડ્સમાંની એક છે. એશ્વર્યા તેના લગ્ન જીવનમાં ઘણી ખુશ છે.

disabled