દીવાળી પાર્ટીમાં વિશ્વ સુંદરી પહોંચી એશ્વર્યા રાય, હનેડ્સમ પતિ રેડ કુર્તામાં જોવા મળ્યો - Chel Chabilo Gujrati

દીવાળી પાર્ટીમાં વિશ્વ સુંદરી પહોંચી એશ્વર્યા રાય, હનેડ્સમ પતિ રેડ કુર્તામાં જોવા મળ્યો

બોલીવુડમાં હાલ દિવાળી પાર્ટીઓનો સિલસિલો ચાલી રહી છે. આ સિઝનની પ્રથમ બોલિવૂડ દિવાળી પાર્ટી આયુષ્માન ખુરાના દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ પણ દીવાળી પાર્ટી આયોજિત કરી હતી. ગુરુવારે રાત્રે ફેશન ડિઝાઇનર્સ મનીષ મલ્હોત્રા અને તાપસી પન્નુએ પણ અલગ-અલગ દિવાળી પાર્ટીઓનું આયોજન કર્યું હતું. આ સિવાય કૃતિ સેનને પણ નજીકના મિત્રો માટે દીવાળી પાર્ટી યોજી હતી.

મનીષા મલ્હોત્રાની પાર્ટીમાં વિક્કી કૌશલ, કેટરિના કૈફ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે સિવાય અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. બોલિવુડના પાવર કપલમાંના એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ટ્રેડિશનલ અંદાજમાં પહોંચ્યા હતા. એશ બેબી પિંક સૂટમાં જોવા મળી હતી, જયારે અભિષેક બચ્ચન રેડ કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યા હતા.આ દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. બંને હંમેશા કપલ ગોલ આપવાની કોઈ તક છોડતા નથી. ચાહકો દ્વારા એશ અને અભિષેકને તેમના દિવાળી લૂક માટે ખૂબ પ્રશંસા મળી રહી છે. યોગ્ય ભારતીય લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિવાળી પાર્ટીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન દેખાઈ રહી હતી.

એકદમ સિમ્પલ પણ તે આ લૂકમાં પણ ખૂબ જ સારી લાગી રહી હતી. સામાન્ય રીતે ઐશ્વર્યા અને અભિષેકની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ આ લુકને લઇને બંનેને ટ્રોલ કરી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાના ફેન્સ તેમની ફેવરિટ જોડીને જોઈને ખુશ નથી. વાસ્તવમાં, નેટીઝન્સને આ વખતે અભિષેકનો આઉટફિટ પસંદ ન આવ્યો અને અભિનેતાને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું, “આ દાદાજી કોણ છે?”,

જ્યારે બીજાએ કમેન્ટ કરી કે, “તે બાબા બનીને કેમ આવ્યા.” તો કોઈએ લખ્યું, “લાલ લંગુર.” અગાઉ, 20 એપ્રિલ 2022ના રોજ, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને તેમની 15મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ અવસર પર અભિષેક અને ઐશ્વર્યાએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની જૂની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં આ સુંદર કપલ એકબીજાને વીંટી પહેરાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled