કેન્સર સામે જંગ જીતી ચૂકેલી ફેમસ હિરોઈનને આવ્યો મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટ, વેન્ટીલેટરના સપોર્ટ પર...ફેન્સ માંગવા લાગ્યા દુવા - Chel Chabilo Gujrati

કેન્સર સામે જંગ જીતી ચૂકેલી ફેમસ હિરોઈનને આવ્યો મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટ, વેન્ટીલેટરના સપોર્ટ પર…ફેન્સ માંગવા લાગ્યા દુવા

પોપ્યુલર બંગાળી અભિનેત્રી એન્ડ્રિલા શર્માને લઇને એક શોકિંગ ખબર સામે આવી રહી છે. અભિનેત્રી આ સમયે હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે જંગ લડી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેત્રીને ઘણીવાર હાર્ટ એટેક આવ્યો છે. મલ્ટીપલ હાર્ટ એટેકને કારણે તેની હાલત નાજુક છે અને તેને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવી છે. રીપોર્ટ્સ અનુસાર, 15 નવેમ્બરના રોજ એન્ડ્રિલા શર્માને ઘણા હાર્ટ એટેક આવ્યા હતા,

તે બાદ તેને તરત કોલકાતાની હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ તેને CPR એઠલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપવામાં આવ્યુ. હાલ તો તેને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે અને તેની હાલત ઘણી નાજુક છે. એન્ડ્રિલા શર્માની આ ખબર સામે આવ્યા બાદ બધા શોક્ડ છે. એન્ડ્રિલા શર્માને હાર્ટ એટેક આવ્યા પહેલા એક નવેમ્બરે બ્રેન સ્ટ્રોક પણ આવ્યો હતો. આ કારણે તેના મગજમાં બ્લડ ક્લોટ્સ જમા થઇ ગયા હતા.

એક્ટ્રેસ Intracranial Hemorrhage થી પીડિત હતી. આ ઉપરાંત તે ફ્રંટોટેમ્પોપોરીટલ ડી-કંપ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરીથી પણ ગુજરી ચૂકી છે. જણાવી દઇએ કે, એન્ડ્રિલા શર્મા લાંબા સમયથી તેના સ્વાસ્થય સાથે લડી રહી છે. બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પહેલા તે કેન્સર જેવી બીમારીનો સામનો કરી ચૂકી છે. કેન્સરને માત આપ્યા બાદ પણ તેની પરેશાનીઓ ખત્મ થવાનું નામ નથી લઇ રહી.

એવામાં ચાહકો અભિનેત્રી જલ્દી જ સાજી થઇ તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કામની વાત કરીએ તો, એન્ડ્રિલા શર્માએ તેના કરિયરની શરૂઆત ટીવી શો ઝૂમરથી કરી હતી. તે બાદ તે ઘણા પોપ્યુલર શોનો ભાગ રહી છે. તે ઓટીટીના ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહી છે. એન્ડ્રિલા શર્મા ‘Jibon Jyoti’, ‘Jiyon Kathi’માં લીડ અભિનેત્રી તરીકે જોવા મળી છે. 14 નવેમ્બરે અભિનેત્રીના બોયફ્રેન્ડ સબ્યસાચી ચૌધરીએ પણ ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાનું કહ્યુ હતુ.

Live 247 Media

disabled