કરિયર બચાવવા માટે આ સીધી-સાદી અભિનેત્રીઓ પણ થઇ ગઇ બોલ્ડ, આપ્યા એવા ઈન્ટિમેટ સીન્સ કે મચી ગઇ બુમરાણ - Chel Chabilo Gujrati

કરિયર બચાવવા માટે આ સીધી-સાદી અભિનેત્રીઓ પણ થઇ ગઇ બોલ્ડ, આપ્યા એવા ઈન્ટિમેટ સીન્સ કે મચી ગઇ બુમરાણ

બોલિવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે બોલ્ડ સીનથી તહેલકો મચાવી ચૂકી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કઇ હિરોઇન ઉપર ઉઠી જાય અને ક્યારે કઇ એકદમથી નીચે આવી જાય તેની કોઇને ખબર નથી હોતી. જ્યારે કારકિર્દીની ગાડી ધીમી પડે ત્યારે તેને પાટા પર લાવવા અભિનેત્રીઓ અલગ અલગ તરકીબો અજમાવતી હોય છે અને આમાં જ એક છે ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા અથવા તો બિકી પહેરવી. ઘણી એવી અભિનેત્રીઓ છે જે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી દેખાઇ હોય અને તેમણે ફેમીલી મુવી કરી હોય પણ ડૂબતા કરિયરને બચાવવા તેઓએ બોલ્ડ સીન્સનો સહારો લીધો. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ.

તબ્બૂ : પોતાની કારકિર્દી ધીમી પડતા અભિનેત્રી તબ્બૂએ બોલ્ડ સીનનો સહારો લીધો હતો. ‘મીનાક્ષી’ અને ‘ચાંદનીબાર’ જેવી ફિલ્મોમાં તેણે હોટ સીન્સ આપ્યા હતા. જોકે તબ્બૂને આનો કોઈ ફાયદો ન થયો. તબ્બૂએ દ્રશ્યમ, જય હો અને હૈદર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને તે પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં પણ સામેલ છે.

અમિશા પટેલ : ‘કહોના પ્યાર હે’ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ અમિષા પટેલની લોકપ્રિયતા વધી ગઈ હતી. તેણે હ્રતિક રોશન જ નહિ પણ સની દેઓલ, સલમાન ખાન, સૈફ અલી ખાન જેવા અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જો કે, તેમ છત્તાં પણ તેની કારકિર્દી લાંબી ન ચાલી શકી અને તે બોલ્ડ બની ગઇ. અમિશા આજે બોલિવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર બિકીમાં તસવીરો અને વીડિયો શેર કરી તહેલકો મચાવે છે.

ઝરીન ખાન : સલમાન ખાન સાથે વીર ફિલ્મથી ડેબ્યૂ કરનારી ઝરીન ખાનની પણ ફિલ્મો ખાસ ચાલી નહીં અને અંતે તેણે પણ ‘હેટ સ્ટોરી-3’ ફિલ્મમાં અનેક અતરંગ દ્રશ્યો આપ્યા.

રાની મુખર્જી : ડૂબતા કરિયરને બચાવવા માટે અને લોકો વચ્ચે રહેવા માટે રાની મુખર્જીએ પણ આ રસ્તો અપનાવ્યો હતો. એક વખતની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસે ફિલ્મો ઓછી મળતા ‘AIYAA’ ફિલ્મ કરી અને આમાં તેણે ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

રેખા : બોલિવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા પણ આ લિસ્ટમાં સામેલ છે, તેણે 90ના દાયકામાં હોટ સીન્સ આપ્યા છે. રેખાએ ઓમપુરી સાથે ‘આસ્થા’ ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતા, જેની ઘણી ચર્ચા થઇ હતી. આ ઉપરાંત તેણે અક્ષયકુમાર સાથે ‘ખિલાડીઓ કા ખિલાડી’ ફિલ્મમાં પણ એક ગીતમાં જબરદસ્ત સીન આપ્યા હતા.

Live 247 Media

disabled