કરીનાથી અનુષ્કા સુધી, જયારે સગાઈમાં પહેરી હતી કરોડો રૂપિયાની વીંટી- ઐશ્વર્યા રાયની વીંટીની કિંમત છે બહુ ઓછી - Chel Chabilo Gujrati

કરીનાથી અનુષ્કા સુધી, જયારે સગાઈમાં પહેરી હતી કરોડો રૂપિયાની વીંટી- ઐશ્વર્યા રાયની વીંટીની કિંમત છે બહુ ઓછી

આ 10 અભિનેત્રીઓ ની વીંટી વિશે જાણીને રુવાડા ઉભા થઇ જશે

શિલ્પા શેટ્ટીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તે તેની આવનારી વહુને 20 કેરેટ ડાયમંડની વીંટી આપશે જો તે તેની સાથે સારો વ્યવહાર કરશે તો. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા દીકરા વીઆનને હંમેશા કહું છું કે, હું ભવિષ્યમાં થનારી વહુને 20 કેરેટ ડાયમંડની રિંગ ત્યારે જ આપીશ જયારે તે મારી સાથે સારું વર્તન કરશે. નહીં તો તેની નાની વીંટીથી કામ ચલાવવું પડશે. જણાવી દઈએ કે, આ વીંટી છે જે શિલ્પા શેટ્ટીને પતિ રાજ કુંદ્રાએ સગાઈમાં પહેરાવી હતી. આ રિંગને શિલ્પા એ ફોટોગ્રાફરને બતાવીને ફોટો ક્લિક કરાવ્યો હતો. આ રિંગ પહેરીને શિલ્પા બેહદ ખુશ નજરે આવી હતી.

જણાવી દઈએ કે, શિલ્પા એકલી નથી જેને સગાઈમાં કરોડો રૂપિયાની વીંટી પહેરાવી હતી.અનુષ્કા શર્માથી લઈને પ્રિયંકા ચોપરા સુધી સગાઈમાં કરોડો રૂપિયાની વીંટી મળી હતી.પરંતુ બચ્ચન વહુ ઐશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો તેની વીંટીની કિંમત અન્ય એક્ટ્રેસની તુલનામાં ઘણી ઓછી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકન ગાયક નિક જોનાસ સાથે ડિસેમ્બર 2018 માં ક્રિશ્ચિયન અને હિન્દુ રીત-રિવાજો સાથે લગ્ન કર્યા. આ દરમિયાન સબ્યસાચીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પ્રિયંકાએ હિંદુ લગ્નમાં જે ઝવેરાત પહેર્યાં હતાં તેમાંથી 22 કેરેટ સોનામાં મોતી અને જાપાનના હીરા હતા. અગાઉ સગાઈ સમયે નિકે પ્રિયંકાને હીરાની વીંટી પહેરાવી હતી, જેની કિંમત લગભગ 1.40 કરોડ રૂપિયા છે.

2018માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.દીપિકાએ સગાઈમાં સિંગલ સોલિયેટર સ્કેવર ડાયમંડ રિંગ પહેરી હતી. જેની કિંમત 2.7 કરોડ રૂપિયા હતી.

ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે 2007 માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે અભિષેકએ ઐશ્વર્યાને લગભગ 50 લાખ રૂપિયાની વીંટી પહેરી હતી. જે-53 કેરેટના સોલિટેર રિંગ છે.

અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017 માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કાએ તેની સગાઈમાં લગભગ 1 કરોડ રૂપિયાની વીંટી પહેરી હતી. એવું કહેવામાં આવે છે કે આ લગ્નની વીંટીની પસંદગી ખુદ વિરાટ દ્વારા કરવામાં આવી હતી. આ રીંગને પસંદ કરવામાં વિરાટને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો કારણ કે તે ઇચ્છે હતો કે અનુષ્કાએ ખૂબ જ સુંદર સગાઈની રીંગ પહેરે.

કરીના કપૂરે 2012 માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. કરીનાને ડાયમંડ રિંગ પહેરવાનો શોખ હોવાથી તેની પસંદગીને ધ્યાનમાં રાખીને સૈફે તેને લગ્ન સમયે 5 કેરેટ પ્લેટિનમ બેન્ડ ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી હતી. જોકે તેની કિંમત જાહેર કરવામાં આવી નથી.

અસિને 2016 માં ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. અસિન તેની સગાઈ દરમિયાન 6 કરોડ રૂપિયાની 20 કેરેટ સોલિટેર રિંગ પહેરતી હતી. આ રિંગ અસિનને તેના પતિ દ્વારા ગિફ્ટમાં આપવામાં આવી હતી, જેના પર ‘એઆર’ લખેલું હતું.

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલાની સગાઈમાં સોનમને આનંદે આશરે 90 લાખ રૂપિયાની હીરાની વીંટી પહેરાવી હતી.

શિલ્પા શેટ્ટી પણ તેની સગાઈમાં ખૂબ જ મોંઘી રિંગ પહેરતી હતી. શિલ્પાએ વેપારી રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા, તે દરમિયાન તેણે તેની સગાઈમાં 20 કેરેટ સોલિટેર રિંગ પહેરી હતી, જેની કિંમત અંદાજે 3 કરોડ છે.

વિદ્યા બાલને 2012 માં નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ સગાઈમાં સિદ્ધાર્થે તેને એન્ટિક સોનાની વીંટી ભેટમાં આપી હતી. જેમાં રૂબી સ્ટોન ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની કિંમત આશરે 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

divyansh

disabled