આ 4 સ્ટાર મિત્રને દગો આપી તેમના જ પતિ સાથે કર્યા બીજા લગ્ન, પતિ પત્નીના વર્ષો જુના સંબંધમાં આવી ગઈ હતી તિરાડ - Chel Chabilo Gujrati

આ 4 સ્ટાર મિત્રને દગો આપી તેમના જ પતિ સાથે કર્યા બીજા લગ્ન, પતિ પત્નીના વર્ષો જુના સંબંધમાં આવી ગઈ હતી તિરાડ

જયારે સહેલી ગણી ગઈ સોતન, પતિ પત્નીના વર્ષો જુના સંબંધમાં આવી રીતે આવી ગઈ તિરાડ અને ભાંગીને ભુકા કરી દીધા

એવું કહેવાય છે કે મિત્રતાનું બંધન અન્ય તમામ સંબંધોથી સૌથી મજબૂત હોય છે. તમે બોલિવૂડમાં ઘણા મિત્રો જોયા હશે. જેમકે કરિશ્મા કપૂર-કરીના કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરાની ગર્લ ગેંગ બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે. બીજી બાજુ નીલમ કોઠારી, સીમા ખાન, ગૌરી ખાન, સુનીતા કપૂર અને મહિપ કપૂર, આ સ્ટાર પત્નીઓ પણ શ્રેષ્ઠ મિત્રો છે.

પરંતુ શું તમે બોલિવૂડના તે મિત્રો વિશે સાંભળ્યું છે જે શરૂઆતમાં મિત્રો હતા ત્યારબાદ સોતન બની ગઈ હતી. આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશુ જેમણે મિત્રતામાં તેમના બેસ્ટ મિત્રને દગો એવો આપ્યો કે તેઓ ‘મિત્રથી સોતન’ બની ગઈ હતી.

1. સોનિયા કપૂર : પ્રખ્યાત ટીવી અભિનેત્રી સોનિયા કપૂર હિમેશ રેશમિયાની બીજી પત્ની છે. વર્ષ 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. સોનિયા કપૂર હિમેશની પહેલી પત્ની કોમલની બેસ્ટ ફ્રેન્ડ હતી અને તેના દ્વારા હિમેશને મળી હતી. પરંતુ આ મળવાનું એવું બન્યું કે હિમેશે તેના 22 વર્ષના લગ્નજીવન તોડી નાખ્યા અને સોનિયા સાથે લગ્ન કરી લીધા હતા.

2. શ્રીદેવી : બોની કપૂરની પ્રથમ પત્ની મોના પણ એક સફળ બિઝનેસ વુમન અને પ્રોડ્યુસર હતી. શ્રીદેવી સાથે તેની મિત્રતા પણ હતી પરંતુ શ્રીદેવી બોની કપૂરની વધુ નજીક આવી ગઈ હતી. જોકે એક વખત શ્રીદેવીએ મોના અને મિથુન ચક્રવર્તીને મનાવવા માટે બોનીને રાખડી બાંધી હતી, પરંતુ અંતે પ્રેમ છુપાવી શક્યા નહીં અને બંનેએ લગ્ન કરી લીધા.

3. અમૃતા અરોરા : અમૃતા અરોરા પર મિત્ર તરફથી સોતન બનવાનો આરોપ લાગી ચુક્યો છે. અમૃતા પર તેની મિત્ર નિશા રાણાના પતિને પડાવી લેવાનો આરોપ લાગ્યો છે જ્યારે અમૃતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન શકીલ લદાખ સાથે મળી, ત્યારે તેની મિત્ર નિશા દ્વારા મળી હતી. ધીરે ધીરે અમૃતા અને શકીલ નજીક આવ્યા અને નિશા સાઈડ લાઈન બની ગઈ. બાદમાં અમૃતા અને શકીલે લગ્ન કરી લીધા હતા. નિશાએ અમૃતા વિશે કહ્યું હતું કે તે પહેલા તેના કપડાં અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતી હતી બાદમાં તેનો પતિને પણ ચોરાવી લીધો.

4.ગૌતમી : સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની પહેલી પત્ની વાણી ગણપતિને છેતરીને અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા અને સારિકાની મિત્ર ગૌતમીએ તેના પતિને પડાવી લીધો હતો. ગૌતમી અને કમલ લીવ ઈનમાં રહે છે. ગૌતમી એક સમયે સારિકાની મિત્ર હતી, પરંતુ જેમ કમલ હાસન અને ગૌતમી વચ્ચે નિકટતા વધતી ગઈ તેમ સારિકા અને  કમલને છૂટાછેડા લેવા પડ્યા હતા. ગૌતમી 10 વર્ષ સુધી કમલ હાસનની લિવ-ઇન પાર્ટનર રહી. 2016માં બંને અલગ થઈ ગયા.

Live 247 Media

disabled