પતિએ દિલ તોડી દીધું તો પિતા એ પકડ્યો હાથ, છૂટાછેડા બાદ આ 5 એક્ટ્રેસ રહે છે તેના પિતાના ઘરે - Chel Chabilo Gujrati

પતિએ દિલ તોડી દીધું તો પિતા એ પકડ્યો હાથ, છૂટાછેડા બાદ આ 5 એક્ટ્રેસ રહે છે તેના પિતાના ઘરે

છૂટાછેડાની વાત આવે તો માણસના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગે છે. કોઈ પણ પરણિત કપલ માટે છૂટાછેડા સારી વાત નથી હોતી. પરંતુ ઘણીવાર સ્થિતિ એવી બની જાય છે કે, છૂટાછેડાની સ્થિતિ આવી જાય છે. છૂટાછેડા ફક્ત 2 લોકો વચ્ચે જ નથી થતા પરંતુ 2 પરિવારના સંબંધમાં પણ તિરાડ પડે છે. જે કપલને બાળક હોય છે તેના બાળક પર છૂટાછેડાની સૌથી ખરાબ અસર પડે છે. કોઈ ઈચ્છતું નથી કે, લગ્ન બાદ છૂટાછેડાની સ્થિતિ આવે પરંતુ ઘણીવાર સમયને લઈને લગ્ન તૂટતાં હોય છે.

લગ્નજીવન બચાવવાની કોશિશ કરવા છતાં પણ છૂટાછેડા થઇ જાય છે. છૂટાછેડા મામલે બૉલીવુડ સ્ટાર પણ પાછળ નથી. બૉલીવુડ એક્ટ્રેસોએ તેના પતિથી છૂટાછેડા થઇ ગયા છે. છૂટાછેડાં બાદ આ એક્ટ્રેસને તેના પિતાનો ભરપૂર સહારો મળ્યો છે. આ એક્ટ્રેસોને ફક્ત તેના પિતાનો સાથ જ નથી મળ્યો પરંતુ ઈમોશનલ સપોર્ટ પણ મળ્યો છે. ચાલો જાણીએ એ 5 સેલિબ્રિટી વિષે.

1. સૌંદર્યા:

ફેમસ એક્ટર રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ 2017માં પતિથી છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા પછી સૌંદર્યા તેના પિતા રજનીકાંત સાથે તેના ઘરે રહેવા લાગી હતી. જોકે હવે સૌંદર્યાએ ફરીથી લગ્ન કર્યા છે. હાલ તો તેના પતિ સાથે રહે છે.

2. પૂજા બેદી:

પૂજા બેદીએ 2013માં ફરહાન ફર્નિચરવાળાને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા પછી પૂજા તેના પિતા કબીર બેદી સાથે રહેવા લાગી હતી. દિલચસ્પ વાત છે કે, કબીર બેદીના ત્રણ તલાક થઇ ચુક્યા છે. હાલ તો તેના ચોથા લગ્ન છે.

3. કરિશ્મા કપૂર:

વર્ષ 2016માં કરિશ્મા કપૂરે તેના પતિ સંજયથી છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા બાદ બંને બાળકો સાથે કરિશ્મા કપૂર તેના પિતા રણધીર કપૂર સાથે જ રહે છે. રણધીર કપૂર પાસેથી કરિશ્માને ઈમોશનલ સપોર્ટ મળ્યો છે. તેના બાળકો તેની સાથે જ રહે છે.

4. સુઝૈન ખાન:

જાણીતો એક્ટર ઋતિક રોશન અને સુઝૈન ખાનના વર્ષ 2014 માં છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી સુઝૈન અને ઋતિકના બંને બાળકો ઋતિક રોશન સાથે રહે છે. તો સુઝૈન તેના પિતા સંજય ખાન સાથે તેના ઘરે રહે છે.

5. સુનૈના રોશન:

સુનૈના રોશને પહેલીવાર આશિષ સોની સાથે લગ્ન કર્યા હતા. અને બંનેના વર્ષ 2000 માં છૂટાછેડા થયા હતા. આ પછી સુનૈનાએ 2009 માં મોહન નાગર સાથે લગ્ન કર્યા હતા. સુનૈનાએ મોહનથી છૂટાછેડા લીધા હતા. જીવનમાં આટલી સમસ્યાને સહન કર્યા બાદ સુનૈના રોશન તેના પિતા રાકેશ રોશન સાથે રહેવા લાગી હતી. આ બાદ સુનૈનાએ કયારે પણ લગ્ન કર્યા ના હતા.

Live 247 Media

disabled