આ 5 અભિનેત્રીઓને નાના કપડા અને બોલ્ડ સીનથી છે ખુબ જ નફરત, ઠુકરાવી દે છે લાખોની ઓફર

દિવ્યાંકાથી લઈને આલિશા સુધી આ 5 અભિનેત્રીઓને છે નાના કપડાં અને બોલ્ડ લુકથી નફરત

આજકાલ ટૂંકા કપડાં પહેરવા એક ફેશન બની ગઈ છે. તો પડદા ઉપર પણ ઘણી અભિનેત્રીઓ પોતાના ટૂંકા કપડાને લઈને જ ખુબ જ ફેમસ બનતી હોય છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હવે અંગ પ્રદર્શન એક સામાન્ય બાબત બની ગઈ છે.

ઘણી બધી અભિનેત્રીઓને આપણે ટૂંકા કપડામાં ટીવી અને પડદા ઉપ્પર નિહાળીએ છીએ, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે ટૂંકા કપડાં પહેરવાની ઓફરને પણ ઠુકરાવી દે છે. તો ટૂંકા કપડાં ઉપરાંત તે બોલ્ડ સીન કરવાની પણ ચોખ્ખી ના પાડી દેતી હોય છે આના માટે ભલે તેમને લાખો રૂપિયાની ઓફર આપવામાં આવે તે છતાં તે સ્વીકારતી નથી, ચાલો જોઈએ આવી જ 5 અભિનેત્રીઓને.

1. દીપિકા કક્ક્ડ:
દીપિકા પણ ટીવી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેને “સસુરાલ સીમર કા”માં સિમરનું પાત્ર ભજવીને ખુબ જ ખ્યાતિ મેળવી સાથે જ હાલમાં જ તે બિગબોસની વિજેતા બની છે. દીપિકાએ ગયા વર્ષે ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. દીપિકા ખ્યાતનામ અભિનેત્રી હોવા છતાં પણ તે ટીવી ઉપર એક્સપોઝ થવાનું પસંદ નથી કરતી અને આવી ઓફરને પણ તે રિજેક્ટ કરે છે.

2. દિવ્યાંકા ત્રિપાઠી:
“યે હે મોહબ્બતે” ધારાવાહિકમાં ઇશિતા ભલ્લાનો અભિનય કરીને ઘરે ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પણ આજ સુધી નાના કપડાને હાથ નથી લગાવ્યો, સોશિયલ મીડિયામાં તેનું ફેન ફોલોઇંગ એટલું વધારે છે કે બોલીવુડની અભિનેત્રીઓ કરતા પણ તે ઘણી જ આગળ છે.

3. પરિધિ શર્મા:
ઝી ટીવી ઉપર પ્રસારિત થતી ધારાવાહિક “જોધા અકબર”માં જોધાનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી પરિધિ શર્માને પણ ટૂંકા કપડાં પહેરવાનું જરાય પસંદ નથી. તેને અત્યાર સુધી પડદા ઉપર ટૂંકા કપડાં પહેર્યા નથી અને પોતાનું અંગ પ્રદર્શન પણ નથી કર્યું.

4. અલીશા પવાર:
અલીશાનું પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું નામ છે. તેને “ઇશ્ક મેં મરજાવા”, “જમાઈ રાજા” અને “થપકી પ્યાર કી” જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે. 23 વર્ષની અલીશા તેની સાદગી માટે વખણાય છે. તેને સફળ થવા માટે બોલ્ડનેસનો સહારો નથી લીધો. અલીશાએ પણ નાના કપડાં માટે ચોખ્ખી ના પાડી દીધી હતી.

5. કૃતિકા સેંગર:
કૃતિકા સેંગર ટીવી ઇન્ડસ્ટ્રીની એક સૌથી ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક છે. તેને “પુનર્વિવાહ, ઝાંસી કી રાણી, કસમ તેરે પ્યાર કી, સર્વિસ વાલી બહુ” જેવી ઘણી ધારાવહિકોમાં કામ કર્યું છે. ખ્યાતનામ અભિનેત્રી હોવા છતાં પણ તેને ટૂંકા કપડાં પહેરવા માટે હંમેશા ના જ પાડી છે. એટલું જ નહિ તે ઇન્ટીમેન્ટ સીન પણ આપવાનું પસંદ નથી કરતી અને તે પોતાના ડાયરેક્ટરને પહેલા જ જણાવી દે છે કે તે કોઈ ઇન્ટીમેન્ટ સીન નહિ કરે.

disabled