પૈસાનો જરા પણ નથી ઘમંડ, સાદગીભરી જિંદગી જીવી રહી છે આ 5 સંસ્કારી એક્ટ્રેસ - Chel Chabilo Gujrati

પૈસાનો જરા પણ નથી ઘમંડ, સાદગીભરી જિંદગી જીવી રહી છે આ 5 સંસ્કારી એક્ટ્રેસ

આપણે સૌ જાણીએ છીએ કે, બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા પૈસા અને શોહરત છે. અહીં જે સ્ટાર બની જાય છે તે ખુદને કમ નથી સમજતા. જે સિતારાઓને આ સ્ટારડમ હાંસીલ થાય છે તે સાતમા આસમાનમાં પોતાને મેહસૂસ કરે છે. આ બાદ સિતારાઓ મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુ જ લેવાનું પસંદ કરે છે. આ સિતારાઓમાં અમુક એક્ટ્રેસ પણ શામેલ છે જે સ્ટારડમ હાંસિલ કર્યા બાદ પણ બેહદ સાધારણ રીતે જિંદગી જીવે છે. આ એક્ટ્રેસોની લાઈફ સ્ટાઇલ પણ સાધારણ છે. આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે.

1.હેમા માલિની

બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીને કોઈ પરિચયની મોહતાજ નથી. હેમા ખૂબ સરળ રહેવાનું પસંદ કરે છે. હેમા દેઓલ પરિવારનો ભાગ છે, દેઓલ પરિવાર હંમેશા તેની સરળતા માટે જાણીતો છે. હેમા પણ કામ કરતી જોવા મળી છે.

2.જાહ્નવી કપૂર

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપુરાએ ફિલ્મ ધડકથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જાહ્નવી કપૂરની ઉંમર 22 વર્ષ છે. આ સમયે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. જાહ્નવી કપૂર જાણીતા નિર્માતા બોની કપૂરની દિકરી છે. જાહ્નવી કપૂર અમીર પિતાની દીકરી હોવા છતાં કયારે પણ પિતાના પૈસાનું ઘમંડ નથી કરતી. જાહ્નવી હંમેશા સિમ્પલ ડ્રેસમાં જ નજરે આવે છે.

3.શ્રદ્ધા કપૂર

આશિકી-2 થી જાણીતી થયેલી એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર બહુ જ મિલનસાર અને હસમુખી છે. શ્રદ્ધાએ તેની કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આમ છતાં પણ તે સાધારણ લાઇફસ્ટાઇલ પસંદ કરે છે.

4.સારા અલી ખાન

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લાડલી સારાએ કેદારનાથથી બલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. સારાએ ડેબ્યુ કરતાંની સાથે જ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. સારા અલી ખાન નવાબ પરિવાર સાથે સંબંધ રહે છે. તેના પિતા પટૌડી પરિવારના વારસદાર છે. આમ છતાં પણ સારા બેહદ વિન્રમ છે, બધાને સારી રીતે પ્રેમ કરે છે.

5.વિદ્યા બાલન

અભિનેત્રી વિદ્યા બાલન બોલિવૂડમાં પોતાની અભિનયથી અલગ જ પહેચાન બનાવી ચુકી છે. ડર્ટી પિક્ચર ફિલ્મમાં તેની એક્ટીંગ વધુ ચર્ચામાં આવી હતી. વિદ્યા પાસે કોઈ વસ્તુની કમી નથી આમ છતાં તે બેહદ સાધારણ રહેવાનું પસંદ કરે છે.

divyansh

disabled