રસ્તા પર ભીખ માંગવા મજબુર છે બોલીવુડની આ હસીનાઓ, જોઈ નહીં શકો તમે તસ્વીર
એક સમયે જીવતી વૈભવી જિંદગી, પૈસાની કમી ન હતી….પછી એવા દિવસો આવ્યા કે ભિખારી બની ગઈ જુઓ
આજે ઘણા યુવા વર્ગની એવી ઈચ્છા હોય છે કે એક્ટિંગ કરીને બોલીવુડમાં તેની ખાસ જગ્યા બનાવે. પરંતુસ્ટાર બનવાની ઈચ્છા બધા લોકોની પુરી નથી થતી. ઘણા લોકો પોતાના સપના પુરા કરવા માટે મુંબઈ આવતા રહે છે. દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. પરંતુ જરૂરી નથી કે બધા લોકોનો નસીબ સાથ જ આપે. ઘણા લોકોને શરૂઆતના સમયમાં કામયાબી મળી પણ જાય છે પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહે તે પણ જરૂરી છે. આવું જ કંઈક આ સિતારાઓ સાથે થયું છે. નાની ઉંમરમાં મોટી સફળતા તો મેળવી લીધી પરંતુ એટલા જ જલ્દી રસ્તા પર પણ આવી ગયા હતા.
1.મિતાલી શર્મા
થોડી સમય પહેલા ખબર આવી હતી જે સાંભળીને બધા લોકો હેરાન થઇ ગયા હતા. એક જમાનાની જાણીતી એક્ટ્રેસ મુંબઈના રસ્તા પર ભીખ માંગતી નજરે ચડી હતી. આટલું જ નહીં આ એક્ટ્રેસ ચોરી કરતા પણ પકડાઈ ગઈ હતી. આ એક્ટ્રેસનું નામ હતું મિતાલી શર્મા. દિલ્લીની રહેવાસી મિતાલી ભોજપુરી ફિલ્મોની સાથે મોડેલિંગ પણ કરી ચુકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મિતાલીની માનસિક હાલત ઠીક ના હતી. થોડા મહિના સુધી કામ ના મળવાને કારણે તેની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. તેને જોઈને લાગે જ કે તે ઘણા દિવસની ભૂખી છે.
2.ગીતાંજલિ નાગપાલ
બીજા ક્રમે ગીતાંજલિ નાગપાલ આવે છે, તેની સાથે આવું જ કંઇક થયું હતું. ગીતાંજલિને ડ્રગ્સની લતે બરબાદ કરી દીધી હતી. ગીતાંજલીને ભીખ માંગવા મજબુર કરી દીધી હતી. આટલું જ નહીં તેણી દિલ્હીના વેશીયા વૃત્તિ વિસ્તારમાં જોવા મળી હતી જ્યાં તે પોતાનું જીવન જીવે છે. હતી. એક સમયે તે મોટી-મોટી એક્ટ્રેસ માટે રેમ્પ વોક કરતી હતી.
3.અલિસા
અલીશા બૉલીવુડ એક્ટર ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘આઈના’ માં સહ કલાકાર તરીકે નજરે આવી હતી. આજકાલ તે દિલ્લીના ગ્રેટર વિસ્તારમાં ભટકતી હાલતમાં જોવા મળે છે. બોલીવુડની ફિલ્મ માય હસબન્ડની વાઇફમાં પાત્ર ભજવનારી એલિસાને ઘરમાંથી કાઢીમૂકવામાં આવી છે. ખરેખર અલીશાના પૂર્વ બોયફ્રેન્ડ સાથેનો વીડિયો ઓનલાઇન લિક થયો હતો. અલીશાએ તેના પૂર્વ બોયફ્રેન્ડ સામે પોલીસમાં કેસ દાખલ કર્યો છે. પોતાની સાથે થતા અન્યાયસામે લડવાનું નક્કી થયું ત્યારે તે તેના માતા અને ભાઈથી સહન ના થયું અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.