બૉલીવુડની આ 10 એક્ટ્રેસ બીજી વાર લગ્ન ના કરવાની ખાઈ છે કસમ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં - Chel Chabilo Gujrati

બૉલીવુડની આ 10 એક્ટ્રેસ બીજી વાર લગ્ન ના કરવાની ખાઈ છે કસમ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

બોલીવુડમાં લગ્ન અને છૂટાછેડા બંને ચોંકાવનારા છે. છૂટાછેડા ભલે નિરાશાજનક હોય પરંતુ જીવન આગળ વધે છે. બોલીવુડના સિતારાઓ પણ છૂટાછેડા લીધા બાદ આગળ વધી ગયા છે. ઘણા સિતારાઓએ પુનઃ વિવાહ અને તેના જીવનમાં નવી શરૂઆત કરવાનો ફેંસલો લીધો છે. પરંતુ એક છૂટાછેડા બાદ ઘણી એવી એક્ટ્રેસ છે જેને છૂટાછેડા બાદ સિંગલ જીવવાનો કોશિશ કરી છે અને બીજા લગ્ન નથી કર્યા.

1.સંગીતા બિજલાની

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સંગીતા બિજલાનીએ ક્રિકેટ મોહમ્મદ અઝહર સાથે લગ્ન કર્યા હતા. આ બાદ બંને અલગ થઇ ગયા હતા. સંગીતા ત્યારથી એકલી છે.

2.મહિમા ચૌધરી

બોબી મુખર્જી સાથે લગ્ન કરનાર  મહિમા ચૌધરી 2013માં અલગ થઇ ગઈ હતી. આજે તે ખુશહાલ માતા છે.

3.પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટ મનીષ મખીજા નામના એક વીજે સાથે લાંબા સમય સુધી અફેરમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેના 2014માં છૂટાછેડા થઇ ગયા હતા. તે સમયથી બંને સારા મિત્રો છે.

4.ચિત્રાંગદા સિંહ
ચિત્રાંગદા સિંહએ જ્યોતિસિંહ રાંધવા સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2014માં છૂટાછેડા થઇ ગયા હતા.આ બાદ બંને તેની કરિયરમાં આગળ વધી ગયા હતા. બંનેએ બીજી વાર કયારે પણ લગ્ન ના કરવાની કસમ ખાધી છે.

5.કલ્કિ કોચલીન

કલ્કિ કોચલીનએ 2015માં નિર્દેશક અને પતિ અનુરાગ કશ્યપથી છૂટાછેડા લઇ લીધા હતા. આ બાદ તેને કરિયર પર ધ્યાન આપ્યું હતું. આજે કલ્કિ કોચલીન એક બાળકની માતા છે પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી.

6.પ્રીતિ ઝાંગયાની

મોહબ્બતેં ફેમસ એક્ટ્રેસ પ્રીતિએ 2008માં પરવીન દબ્બસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક દીકરાને જન્મ આપ્યો હતો. જે બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. હાલ તો તે દીકરા સાથે રહે છે. પ્રીતિ હવે બીજા લગ્ન વિષે વિચારતી નથી.

7.કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરએ તેની કરિયર પીક પર હતી ત્યારે લાંબા સમય બાદ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ અબ્દ 2016માં કરિશ્માથી અલગ થઇ ગઈ હતી. તે સમયે કરિશ્માએ હજુ સુધી લગ્ન નથી કર્યા. પરંતુ આ વચ્ચે અફેરની ખબર આવતી રહે છે.

8.અમૃતા સિંહ

અમૃતાની વાત કરવામાં આવે તો અમૃતા સિંહાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા સમયથી અલગ થઇ ગયા છે. સૈફે બીજી વાર લગ્ન કર્યા છે. પરંતુ અમૃતા સિંહાએ સિંગલ રહેવાનો જ ફેંસલો લીધો છે. અમૃતાના બાળકો હવે મોટા થઇ ગયા છે. અમૃતાની દીકરી સારા અલી ખાન હવે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચુકી છે. તો અમૃતાએ બીજીવાર લગ્ન કરવા વિષે વિચાર્યું ના હતું.

9.મનીષા કોઈરાલા

મનીષાએ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા જે નેપાળી છે. બંને 2012માં અલગ થઇ ગયા હતા હાલ તો મનીષા ફરી બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. 8 વર્ષ સુધી સિંગલ રહ્યા બાદ મનીષાએ હજુ સુધી બીજીવાર લગ્ન નથી કર્યા.

10.કોંકણા  સેન શર્મા

રણવીર શૌરી સાથે કોંકણા સેન શર્માએ લગ્ન કર્યાં હતા. બંનેના લગ્નમાં મનમેળ ના આવતા બંને જલ્દી જ અલગ થઇ ગયા હતા. જે બાદ કોંકણ સેન શર્મા એકલી જ છે. બીજી વાર લગ્ન કરવા માંગતી નથી.

divyansh

disabled