હે રામ, 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ની ફેમસ અભિનેત્રીએ કર્યો આપઘાત, કરોડો ફેન્સને નથી આવી રહ્યો વિશ્વાસ - Chel Chabilo Gujrati

હે રામ, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ફેમસ અભિનેત્રીએ કર્યો આપઘાત, કરોડો ફેન્સને નથી આવી રહ્યો વિશ્વાસ

મિત્રો આજે આખા ટીવી જગતમાં આ સમયે સુનકાર ફેલાઈ ગયો છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દિગ્ગજ બ્યુટીફૂલ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાની ખબરે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. તેની નજીકનાં લોકો સમજી જ નથી શકતાં કે અચાનક વૈશાલીએ શા માટે આવું પગલું ભર્યુ.

અભિનેત્રીએ કરિયરની શરુઆત એક્ટિંગથી કરી હતી. વર્ષ 2015માં તેણે સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સંજનાનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો હતો. તેણે આ ટીવી શોથી ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. આ શો બાદ તે ‘યે વાદા રહા’, ‘યે હૈ આશિકી’ ‘સસુરાલ સિમર કા’, ‘સુપર સિસ્ટર’, ‘લાલ ઈશ્ક’ અને ‘વિષ ઓર અમૃત’માં જોવા મળી હતી. તેણીનું સૌથી પોપ્યુલર કેરેક્ટર ‘સસુરાલ સિમર કા’માં અંજલી ભારદ્વાજનું હતું, જેનાથી આ અભિનેત્રીને ગોલ્ડન પેટલ અવોર્ડ્સથી બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલથી સન્માનિત કરવામાં આવી હતી.

બીજી તરફ વૈશાલીની છેલ્લી સોશિયલ મીડિયા વાળી પોસ્ટ પર એક ફની વીડિયો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દ્વારા તે હિન્ટ આપી રહી હતી. વૈશાલી ઠક્કરે ઈન્સ્ટાગ્રામ પર 5 દિવસ પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ફની વીડિયોમાં તે એક ગીત ગાતી જોવા મળી રહી છે.

‘દિલ જીગર નજર ક્યા હૈ, મેં તેરે લિયે જાન ભી દે દૂ’ તેના પર બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવે છે કે પહેલા ‘500 રુપિયા આપી દે’ વૈશાલીના આ વીડિયો જોઈને બધા ખુબ હસ્યા હતાં. સોશિયલ મીડિયા વાળો અભિનેત્રીનો આ એક ફની વીડિયો જોઈને તેના સંબંધી અને ફેન્સ સૌ કોઈને મોટો ઝટકો લાગ્યો છે. પણ કોઈને વિચાર્યું ન હોય અને ખબર નહીં હોય કે વૈશાલી દુઃખમાં પણ હસવાનો પ્રયત્ન કરી રહી છે.

આ વીડિયોમાં વૈશાલી મરવાનું એક્શન કરતી પણ જોવા મળી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે, વૈશાલીએ ઘણાં સમય પહેલા જ જીવન લીલા સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો હશે. ચારે બાજુ એ પણ વાતો થઇ રહી છે કે અભિનેત્રીને પ્રેમમાં દગો મળ્યો હતો અને તેથી તેણે આ ફની અંદાજમાં વીડિયો અપલોડ કર્યો હતો.

આ ફેમસ અભિનેત્રીએ થોડાક જ મહિનામાં તેની સગાઈ તોડી નાખી હતી. તેણે સો.મીડિયામાંથી રોકા સેરેમનીનો વીડિયો પણ ડિલિટ કરી નાખ્યો હતો. ત્યારબાદ તેણે સગાઈ કે લગ્ન અંગે કોઈ વાત કરી નહોતી. આપને જણાવી દઈએ કે અભિનેત્રીએ 2015માં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી ટીવી કરિયર શરૂ કરી હતી. 2016-2017માં ‘સસુરાલ સિમર કા’માં અંજલિ ભારદ્વાજનો રોલ પ્લે કર્યો હતો.

હાલમાં વૈશાલી એક્ટર નિશાંત મલ્કાની સાથે ‘રક્ષાબંધન’માં કામ કરતી હતી. વર્ષ 2019માં વૈશાલી ટીવી શો ‘મનમોહિની’માં જોવા મળી હતી. જેમાં તેણે માનસીનું પાત્ર ભજવ્યુ હતું. ટીવી સિવાય વૈશાલીએ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. વૈશાલી મૂળ ઉજ્જૈનના મહિદપુરની રહેવાસી છે.

admins

disabled