પતિને છૂટાછેડા આપીને બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા લાગી આ અભિનેત્રીઓ, કોઈએ લીધા સાત ફેરા તો કોઈ લગ્ન વગર જ બની ગઈ મા - Chel Chabilo Gujrati

પતિને છૂટાછેડા આપીને બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા લાગી આ અભિનેત્રીઓ, કોઈએ લીધા સાત ફેરા તો કોઈ લગ્ન વગર જ બની ગઈ મા

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમણે લગ્ન તો કર્યા પણ છૂટાછેડાનું દર્દ પણ જેલયુ હતું. એવામાં છૂટાછેડા પછી ઘણી અભિનેત્રીઓ પોત પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ જ્યારે અમુક અભિનેત્રીઓએ છૂટાછેડા પછી પણ પોતાને બીજો મૌકો આપ્યો, ફરીથી પ્રેમ કર્યો અને બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનમાં પણ રહી હતી. આવો તો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે.

1.  કામ્યા પંજાબી-શલભ ડાંગ:એક સમયે કરન પટેલને ડેટ કરતી કામ્યાએ પહેલા લગ્ન બંટી નેગી  સાથે કર્યા હતા અને બંનેની એક દીકરી પણ છે. જો કે વર્ષ 2013માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા જેના પછી કામ્યાએ દિલ્લીના બિઝનેસમેન શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા, અને શલભનો પહેલાથી જ એક દીકરો છે. માનવામાં આવી રહ્યું છે કે કામ્યા અને શલભ લગ્ન પહેલા એકબીજા સાથે રિલેશનમાં રહેતા હતા, જેના પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

2. પૂજા બત્રા-નવાબ શાહ:અભિનેત્રી પૂજા બત્રાએ વર્ષ 2002માં સર્જન સોનુ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા જો કે લગ્નના અમુક જ સમય પછી બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી પૂજા નવાબ શાહને ડેટ કરતી હતી અને બંન્નેએ લાંબા સમયના રિલેશન પછી લગ્ન કર્યા હતા.

3. રશ્મિ દેસાઈ-અરહાન ખાન:  રશિમિ દેસાઈએ અભિનેતા નંદીશ સિંહ સંધુ સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંનેએ ટીવી શો ઉતરનમાં એકસાથે કામ કર્યું હતું. જો કે વર્ષ 2016માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી બિગ બોસમાં ખુલાસો થયો કે રશ્મિ અને અરહના એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને એટલા ક્લોઝ છે કે અરહાન  રશ્મિના ઘરે પણ રહેવા લાગ્યો હતો.

4. મલાઈકા અરોરા-અર્જુન કપૂર:મલાઈકા અરોરાએ ખાન પરિવારના દીકરા એવા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક માનવામાં આવતા હતા. અચાનક જ બંનેએ આખરે 18 વર્ષના લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો અને છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી જ્યા અરબાઝ ખાન વિદેશી મૉડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે જ્યારે મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અર્જુન-મલાઈકા લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે.

5. કલ્કિ કોચલીન-ગાય હર્ષબર્ગ: બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કરીને કલ્કિએ ઈન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી. જેના પછી કલ્કીએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા,પણ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી કલ્કી ગાય હર્ષબર્ગને ડેટ કરવા લાગી હતી અને ત્યારથી લઈને આજ સુધી બંને લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે. કલ્કિએ લગ્ન કર્યા વગર જ દીકરીને જન્મ આપ્યો છે.

6. દિયા મિર્જા-વૈભવ રેખી:દિયા મિર્જાએ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા પણ અચાનક જ દિયાએ છૂટાછેડા લઈને ચાહકોને ચોંકાવી દીધા હતા. જેના પછી દિયા વૈભવ રેખી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી, જેના પછી બંનેએ લગ્ન પણ કર્યા હતા અને દીકરાએ જન્મ આપ્યો હતો.  માનવામાં આવી રહ્યું છે કે દિયા વૈભવ સાથે લગ્ન કરતા પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી.

Uma Thakor

disabled