નીડર થઈને કંગનાએ કહ્યું, કિશન શહીદ છે, તેની વિધવા પત્નીને પેંશન મળે…
અમદાવડાના ધંધૂકા નો કિશન ભરવાડ કેસ (kisan bharvad) મામલે હવે આખા દેશમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે. લાખો લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તો અનેક લોકો તેને લઈને પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આવામાં અભિનેત્રી કંગના રનૌતની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટના પર પ્રતિક્રીયા આપનારી કંગના (kangana ranaut) બોલિવુડની સૌથી પ્રથમ સેલિબ્રિટી છે.
કંગનાએ ટ્વીટર પર શું શું લખ્યું?
કંગના રનૌટે ફેસબુક પોસ્ટમાં લખ્યુ કે, ‘ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.
કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે દુનિયાને અલવિદા કહ્યું છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’
કંગના રનૌતે પોસ્ટમાં આગળ લખ્યું છે કે, કિશન ભરવાડે આ પોસ્ટ બદલ લોકોની માફી પણ માગી હતી. તેમ છતા ચાર લોકોએ તેની હત્યા કરી નાખી. તે શહીદથી જરાય ઓછો નથી. તે લોકોની આઝાદી માટે મર્યો છે. આવા લોકો જ દેશને અફઘાનિસ્તાન બનાવતા રોકે છે. તેની વિધવાને પેન્શન મળવી જોઈએ. ઓમ શાંતિ. મહત્વનું છે કે કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેનાથી કેટલાક લોકોની લાગણી દુભાઈ હતી. એ પછી આખી હત્યાની ઘટના સામે આવી હતી.