જયારે 47 વર્ષ મોટા અમિતાભ બચ્ચન સાથે લિપલોક કરી 18 વર્ષની જિયા ખાને મચાવી હતી ખલબલી, આ કારણે ખત્મ કર્યુ હતુ જીવન - Chel Chabilo Gujrati

જયારે 47 વર્ષ મોટા અમિતાભ બચ્ચન સાથે લિપલોક કરી 18 વર્ષની જિયા ખાને મચાવી હતી ખલબલી, આ કારણે ખત્મ કર્યુ હતુ જીવન

લગભગ નવ વર્ષ પહેલા આ દિવસે એટલે કે 3 જૂનના રોજ જ્યારે અભિનેત્રી જિયા ખાને આત્મહત્યાનું ભયાનક પગલું ભર્યું ત્યારે તે માત્ર 25 વર્ષની હતી. જિયાએ ભલે બહુ ઓછી ફિલ્મોમાં અભિનય કર્યો હોય પરંતુ આટલી નાની ઉંમરમાં તેણે દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી લીધી હતી. અભિનેત્રીનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં થયો હતો. જો કે તેના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. આ કેસમાં તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું.

અભિનેત્રીના મોત બાદ તેની માતા રાબિયાએ સૂરજ પંચોલી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જો કે, તે ક્યારેય સાબિત થયું ન હતું કે હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2016માં તપાસ બાદ તે આત્મહત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. સૂરજ પંચોલી પર હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જિયાએ આત્મહત્યા પહેલા 6 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં અભિનેતા સૂરજ પંચોલી વિશે ઘણુ લખવામાં આવ્યુ હતુ. બોલિવૂડની 3 ફિલ્મોમાં કામ કરનાર જિયા ખાનને ગયે 9 વર્ષ થઈ ગયા છે.

જિયા બાળપણથી જ હિરોઈન બનવાનું સપનું જોતી હતી અને જ્યારે તે 16 વર્ષની થઈ ત્યારે તેનું સપનું પૂરું થયું. 16 વર્ષની ઉંમરે તેને ફિલ્મ તુમસા નહીં દેખા ઓફર કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર તેણે ફિલ્મ છોડી દેવી પડી હતી અને તેની જગ્યાએ દિયા મિર્ઝાને કાસ્ટ કરવામાં આવી હતી. આ પછી, જ્યારે તે 18 વર્ષની હતી. ત્યારે તેને રામ ગોપાલ વર્માએ તેમની ફિલ્મ નિશબ્દ માટે કાસ્ટ કરી હતી અને આ ફિલ્મમાં 65 વર્ષના અમિતાભ બચ્ચનની હિરોઈન બની હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણો વિવાદ થયો હતો અને બિગ બીની ખૂબ ટીકા પણ થઈ હતી.

જિયા ખાનનું સાચું નામ નફીસા રિઝવી ખાન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિયા ખાન બાળપણમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની ફિલ્મ ‘રંગીલા’ જોઈને પ્રભાવિત થઈ હતી. ત્યારથી તેણે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું હતું. પહેલા તેણે ફિલ્મ ‘નિશબ્દ’ માટે કામ કર્યું. આ ફિલ્મમાં તેની સામે અમિતાભ બચ્ચન હતા. આ ફિલ્મ સિવાય તેણે આમિર ખાન સાથેની ફિલ્મ ‘ગજની’ અને અક્ષય કુમાર સાથેની ‘હાઉસફુલ’માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

Live 247 Media

disabled