દાઉદ ઇબ્રાહિમ,અબુ સલેમથી લઈને હાજી મસ્તાન, અંડરવર્લ્ડના પ્રેમમાં પડેલી અભિનેત્રીઓની આવી થઇ ગઈ હતી હાલત - Chel Chabilo Gujrati

દાઉદ ઇબ્રાહિમ,અબુ સલેમથી લઈને હાજી મસ્તાન, અંડરવર્લ્ડના પ્રેમમાં પડેલી અભિનેત્રીઓની આવી થઇ ગઈ હતી હાલત

બોલીવુડની 5 અભિનેત્રી ખતરનાક ડોન સાથે લફરાં કરવા ગઈ અને થઇ ગંદી હાલત જુઓ

બૉલીવુડ કલાકારોની પર્સનલ લાઈફ અને તેઓના રિલેશનશિપ વિશે જાણવામાં લોકોને ખુબ દિલચસ્પી હોય છે. અભિનેત્રીઓ મોટાભાગે પોતાની કારકિર્દીના સમયે અભિનેતાઓ સાથે પ્રેમમાં પડી જાય છે તો કોઈ ક્રિકેટર્સ કે બિઝનેસમેનને પોતાના જીવનસાથી પસંદ કરે છે.જો કે બૉલીવુડ અને અંડરવર્લ્ડનો સંબંધ પણ ખુબ રહ્યો છે.ઘણીવાર અભિનેત્રીઓનું દિલ અન્ડરવર્લ્ડના ડોન પર આવ્યું તો કોઈ ડોન અભિનેત્રીઓની સુંદરતા પર ફિદા થઇ ગયા. એવામાં આજે અમે તમને એવી સફળ અભિનેત્રીઓ વિષે જણાવીશું જેણે પોતાની કારકિર્દીની સફળતામાં ડોનને પ્રેમ કરી બેઠી અને પોતાની કારકિર્દી હમેંશાને માટે બરબાદ કરી નાખી હતી.

1.  અનિતા અયુબ: પાકિસ્તાની મીડિયાના આધારે અનિતા પાકિસ્તાનની એકમાત્ર અભિનેત્રી છે જેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું હતું. બંને વચ્ચે ખુબ નજીકનો સંબંધ હતો. દાઉદ અને અનિતાની લવ સ્ટોરી વિશે ત્યારે જાણ થઈ જ્યારે નિર્માતા જાવેદની હત્યા થઇ હતી, કેમ કે જાવેદે અનીતાને એક ફિલ્મમાં સાઈન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

2. મમતા કુલકર્ણી: બોલીવુડમાં પોતાને બોલ્ડ અભિનેત્રીઓમાં સ્થાપિત કરેલી મમતાનો સબંધ હંમેશા વિવાદો સાથે રહ્યો હતો. મમતાએ જેટલી જલ્દી પોતાની કારકિર્દી ઇન્ડસ્ટ્રીમાં બનાવી હતી તેટલી જલ્દી ખતમ પણ થઇ ગઈ હતી. એક સમયે તેનું નામ અન્ડરવર્લ્ડ ડગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે જોડાયું હતું અને બંનેએ લગ્ન પણ કર્યા હતા. વર્ષ 2016માં કેન્યા એરપોર્ટ પર મમતાને વિક્કી સાથે ડગની તસ્કરીના મામલામાં પોલીસે ધરપકડ પણ કરી હતી, જો કે મમતા સાથે પુછપરછ કર્યા પછી પોલીસે તેને છોડી દીધી હતી.

3. સોના: સોના અને હાજી મસ્તાનનું રિલેશન પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું હાજીએ સોનાને પહેલી વાર પોતાના પ્રોડક્શનની એક ફિલ્મમાં જોઈ હતી અને તે જ સમયે તેણે સોના સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.લગ્નનો પ્રસ્તાવ લઈને હાજી મસ્તાન તેના ઘરે પણ પહોંચ્યા હતા, બંનેના  લગ્ન પણ થયા હતા. જો કે બાદમાં હાજીની મૌત બાદ સોના ભાંગી પડી હતી

4. મોનિકા બેદી:  બૉલીવુડ અભિનેત્રી મોનિકા બેદી અને અબુ સલેમની લવસ્ટોરી ખુબ ફેમસ રહી છે. પોતાની કારકિર્દીની ઊંચાઈમાં મોનિકા અબુને પ્રેમ કરી બેઠી અને જેલની હવા પણ ખાઈ ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં મોનિકાએ કહ્યું હતું કે અબુ સલેમે તેને પોતાના અંડરવર્લ્ડ કોન્ટેક્ટ વિશે જણાવ્યું ન હતું આ સિવાય અબુએ મોનિકાને પોતાનું સાચું નામ પણ જણાવ્યું ન હતું. જ્યારે પોલીસે મોનિકાની ધરપકડ કરી ત્યારે તેને સમગ્ર વાતની જાણ થઇ હતી.

5. મંદાકિની:  વર્ષ 1985માં રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં પોતાની બોલ્ડનેસનો જાદુ વિખેરીને લોકોને પોતાના દીવાના બનાવનારી મંદાકિની પર પણ દાઉદ ફિદા હતા.  આ ફિલ્મ દ્વારા મંદાકિની રાતોરાત ફેમસ બની ગઈ હતી. મંદાકિની અને દાઉદના રિલેશનની જાણ ત્યારે થઇ જ્યારે બંનેની એક તસ્વીર સામે આવી હતી જે શારજાહમાં એક મેચના સમયે ક્લિક કરવામાં આવી હતી. જો કે મંદાકિનીએ ક્યારેય પણ પોતાના અને દાઉદના રિલેશનની વાત કબૂલી ન હતી.

Uma Thakor

disabled