"જય હો" ફિલ્મથી ડેબ્યુ કરનાર આ ગુજરાતી અભિનેત્રીએ બિકિની પહેરી આખું સોશિયલ મીડિયા માથે લીધું, શું કમાલનું ફિગર છે યાર - Chel Chabilo Gujrati

“જય હો” ફિલ્મથી ડેબ્યુ કરનાર આ ગુજરાતી અભિનેત્રીએ બિકિની પહેરી આખું સોશિયલ મીડિયા માથે લીધું, શું કમાલનું ફિગર છે યાર

બોલિવુડ અભિનેત્રી ડેઝી શાહ એ અભિનેત્રીઓમાંની એક છે, જેને સુપરસ્ટાર સલમાન ખાન લાથે ડેબ્યુ કરવાનો મોકો મળ્યો અને તેની પહેલી જ ફિલ્મ હિટ રહી. ડેઝી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ “જય હો”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં સલમાન સાથેની તેની જોડીને ઘણી પસંદ પણ કરવામાં આવી હતી. તેના કામની પણ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ડેઝી શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy)

હાલમાં ડેઝી તેની બિકી તસવીરોને લઇને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ડેઝીના લાખો ચાહકો છે, જે દિલ ખોલી તેની તસવીરો પર લાઇક અને કમેન્ટ્સ કરતા રહે છે. ડેઝી સોશિયલ મીડિયા પર ક્યારેક તેના ટ્રેડિશનલ લુક તો કયારેક ગ્લેમરસ અંદાજ તો કયારેક બોલ્ડ અંદાજમાં તહેલકો મચાવતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી લોકપ્રિય છે. ડેઝીને તેના લુક્સ અને બોલ્ડનેસ સિવાય તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, ડેઝીને અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. એક સમય હતો જયારે ફિલ્મોમાં ડેઝી બેક ડાંસર તરીકે દેખાતી હતી. ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતા એક કાપડ મિલમાં કામ કરતા હતા. ડેઝીએ તેનો શરૂઆતનો અભ્યાસ મુંબઇથી કર્યો છે, તે મિસ ડોમ્બિવલી પણ પસંદ થઇ હતી. ડેઝીએ પોતાના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે આસિસ્ટન્ટ તરીકે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by @azzgardia

ડેઝી શાહ વર્ષ 2003માં સલમાન ખાનના ગીત ‘ઓ જાના’ અને ‘લગન લગી’માં બેક સ્ટેજ ડાન્સર તરીકે જોવા મળી હતી. તે પછી તેણે મોડલિંગ શરૂ કર્યું. માત્ર 20 વર્ષની ઉંમરે તે ફિલ્મ ‘હમકો દિવાના કર ગયે’માં જોવા મળી હતી. જે બાદ તે સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ વળી. ડેઝીએ વર્ષ 2011માં કન્નડ ફિલ્મ ભદ્રા કરી હતી, જેમાં તેના કામના ખૂબ વખાણ થયા હતા. પરંતુ તેને ઓળખ ફિલ્મ ‘જય હો’થી મળી જેમાં તેને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy)

આ પછી ડેઝી ‘હેટ સ્ટોરી 3’ અને ‘રેસ 3’માં પણ જોવા મળી હતી.આ ફિલ્મો પછી ડેઝી શાહની નેટવર્થમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક વેબસાઈટ અનુસાર ડેઝી શાહની કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે. જે તેણે મોડલિંગ, જાહેરાત અને ફિલ્મોમાં કામ કરીને કમાઇ છે. ડેઝી એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા લે છે. ડેઝી શાહ મુંબઈના કુર્લામાં 3BHK ફ્લેટ ધરાવે છે. ડેઝી શાહ પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે, આ કાર તેને સલમાન ખાને ભેટમાં આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy)

તેની કિંમત 90 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે એક રેન્જ રોવર કાર પણ છે જેની કિંમત 70 લાખ છે.જ્યારે તેને બોલિવૂડમાં કંઇ ખાસ કામ ન મળ્યું ત્યારે તેણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ડેઝી ફિલ્મ ‘ગુજરાત 11’માં જોવા મળી હતી જેમાં તેના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.

Live 247 Media

disabled