8 બૉલીવુડ અભિનેત્રીઓ જેઓ લગ્ન પહેલા જ બની ગઈ હતી 'મા', 7 નંબરે બિકીનીમાં દેખાડ્યો બેબી બમ્પ - Chel Chabilo Gujrati

8 બૉલીવુડ અભિનેત્રીઓ જેઓ લગ્ન પહેલા જ બની ગઈ હતી ‘મા’, 7 નંબરે બિકીનીમાં દેખાડ્યો બેબી બમ્પ

7 નંબરે બિકીનીમાં દેખાડ્યો બેબી બમ્પ અને હુસ્નનો જાદુ

બોલીવુડની રંગીન દુનિયામાં  દોસ્તી, પ્રેમ, અફેર, બ્રેકઅપના કિસ્સાઓ જાણવા મળતા જ રહે છે. જો કે બોલીવુડમાં એવા પણ કિસ્સાઓ રહ્યા હતા કે અભિનેત્રીઓ લગ્ન પહેલા જ માં બની ચુકી હતી. આવો તો જણાવીએ આવી અભિનેત્રીઓ વિશે


1. નેહા ધૂપિયા:
નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના ઘણા સમય પછી એક ઇન્ટરવ્યૂમાં અંગદ બેદીએ ખુલાસો કર્યો હતો કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી, આ રીતે સાર્વજનિક ખુલાસો કરવાથી નેહાના માતા-પિતાએ પણ આપત્તિ વ્યક્ત કરી હતી. નેહાએ ક્યૂટ દીકરી મેહર બેદીને જન્મ આપ્યો હતો.

2. કોંકણા સેન:
વર્ષ 2010 માં કોંકણા સેનએ અભિનેતા રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા, બંન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્નના અમુક સમય પછી કોંકણાએ બાળજને જન્મ આપ્યો હતો તેનાથી બધાને લાગ્યું કે કોંકણા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી.

3. અમૃતા અરોરા:
અમૃતા અરોરાએ અચાનક જ પોતાના પ્રેમી અને બિઝનેસમને શકીલ લદાક સાથે લગ્ન કરીને દરેકને ચોંકાવી દીધા હતા. લગ્નના અમુક  જ સમય પછી તેણે પોતાની ગર્ભાવસ્થાની ઘોષણા કરી હતી જેનાથી એ સ્પષ્ટ હતું કે અમૃતા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી. જેના પછી અમૃતાએ દીકરાને જન્મ આપ્યો હતો અને લગ્નના અમુક વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો હતો.

4. વિના મલિક:
વિના મલિકના લગ્ન દુબઈના એક બિઝનેમને સાથે થયેલા છે. તેના બાળક વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પૂર્વ પ્રેમીનું હતું, પણ તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

5. મહિમા ચૌધરી:
મહિમા ચૌધરીએ વર્ષ 2006 માં બૉબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેના અમુક જ સમય પછી તેણે માં બનાવની ઘોષણા કરી હતી. જેનાથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે મહિમા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ  હતી,અને દીકરીને જન્મ આપ્યો હતો.

6. સારિકા:
વિવાહિત હોવા છતાં અભિનેતા કમલ હસન સારિકાને ડેટ કરવા લાગ્યા હતા. સારિકા સાથે રહેવા માટે કમલ હસને એક વર્ષ પછી પોતાની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા અને સારિકા સાથે લગ્ન કર્યા હતા, જો કે લગ્ન પહેલા જ સારિકા ગર્ભવતી  થઇ ગઈ હતી અને અભિનેત્રી શ્રુતિ હસનને જન્મ આપ્યો હતો. અને લગ્ન પછી બીજી દીકરી અક્ષર હસનનો જન્મ થયો હતો.

7. સેલિના જેટલી:
મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરેલી અભિનેત્રી સેલિના જેટલીએ ઓસ્ટ્રેલિયાના રહેનારા બિઝનેઝમેન પીટર હાગ સાથે લાંબા સમય સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. લગ્નના અમુક જ સમય પછી સેલિનાએ ગર્ભાવસ્થાની ઘોંષણા કરી હતી અને અમુક મહિનાઓમાં જુડવા બાળકોને જન્મ પણ આપી દીધો હતો.  જેનાથી એવું માનવામા આવ્યું હતું કે સેલિના લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી.

8. શ્રીદેવી:
સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી એ જ એક સમયે કબૂલ કર્યું હતું કે તે બોની કપુર સાથે લગ્ન કરતા પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી. લગ્ન કરતા પહેલા તે સાત મહિના સુધી ગર્ભવતી રહી હતી અને પછી લગ્ન કર્યા હતા. લગ્નના એક બે મહિના પછી તેની દીકરી જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો.

yc.naresh

disabled