બોલીવુડમાં છવાયો દુઃખનો માહોલ, આ દિગ્ગ્જ અભિનેતાના પિતાનું થયું નિધન - Chel Chabilo Gujrati

બોલીવુડમાં છવાયો દુઃખનો માહોલ, આ દિગ્ગ્જ અભિનેતાના પિતાનું થયું નિધન

વેબ સિરીઝ આશ્રમમાં ભોપા સ્વામિનો કિરદાર નિભાવી ચૂકેલા અભિનેતા ચંદન રોય સાન્યાલ પર દુઃખની આફત આવી ગઈ છે. ચંદનના પિતા ગોવિંદ સાન્યાલનું નિધન થઇ ગયું છે. આ દુઃખદ સમાચાર ચંદને સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ શેર કરીને આપ્યા છે. આ દુઃખદ સમાચારની જાણ થતા બોલીવુડમાં શૌકનો માહોલ છવાઈ ગયો છે.

વેબસિરીઝ આશ્રમમાં ચંદનને ભોપા સ્વામીના કિરદારમાં ખુબ પસંદ કરવામાં આવ્યો હતો અને તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.સિરીઝના બંને ભાગ દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા,એવામાં સિરીઝનો ત્રીજો ભાગ પણ આવી શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Chandan Roy Sanyal (@iamroysanyal)

ચંદને ભાવુક પોસ્ટ શેર કરીને લખ્યું કે,”મારા પિતાજી જીવનને ભરપૂર રીતે જીવ્યા છે. તેમણે પોતાના હાસ્ય અને મજાકિયા અંદાજથી લોકોના દિલ જીત્યા છે. તેની આત્મા આગળની યાત્રા માટે નીકળી ગઈ છે.તેમણે આ ધરતી પર પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કર્યો છે.તેના કોન્ટેક્ટમાં રહેનારા દરેક લોકોને જાણ હોવી જોઈએ કે તે હવે નથી રહ્યા અને નિધન થઇ ગયું છે.ૐ શાંતિ”.ચાહકો અને બોલીવુડના નામી લોકો સોશિયલ મીડિયા મારફતે ગોવિંદ સાન્યાલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Uma Thakor

disabled