આ કારણને લીધે હું છુટાછેડા લઈ રહ્યો છું, જાણો એવું કેમ બોલ્યો અભિષેક બચ્ચન, ઐશ્વર્યાને લઈને... - Chel Chabilo Gujrati

આ કારણને લીધે હું છુટાછેડા લઈ રહ્યો છું, જાણો એવું કેમ બોલ્યો અભિષેક બચ્ચન, ઐશ્વર્યાને લઈને…

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના જાણીતા કપલમાંના એક છે. અભિષ અને એશ્વર્યા બંનેના લગ્ન 2007માં થયા હતા.. એશ્વર્યા અને અભિષેકના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. બંનેની એક દીકરી આરાધ્યા પણ છે. જે પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંની એક છે.

બચ્ચન પરિનાર એક સુખી પરિવારની જેમ સાથે રહે છે પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જયારે અભિષેક અને એશ્વર્યા નાં અલગ થવાની વાત ચર્ચામાં આવી હતી ત્યારે પરિસ્થિતિ એ હતી કે, અભિષેકે સોશિયલ મીડિયા પર એ પણ લખ્યું હતું કે “હા હું છૂટાછેડા લઇ રહ્યો છું”  જાણો આ વાત કેટલી સત્ય છે

આ વાત 2016ની છે જ્યારે એશ્વર્યા તેની બ્લોકબસ્ટર ફિલ્મ સરબજીતના પ્રચારમાં અભિષેક સાથે પહેંચી હતી. આ ઇવેન્ટમાં જયારે રીપોર્ટર અને ફોટોગ્રાફરે અભિષેક અને એશ્વર્યાને સાથે પોઝ આપાવા માટે કહ્યુ હતુ ત્યારે અભિષેકે ગુસ્સામાં જવાબ આપતા કહ્યુ હતુ કે, તેનો જ ફોટો લઇ લો. જો કે, આ મોટી વાત નથી પરંતુ આ પછીથી કપલના સંબંધ પર સવાલ ઉઠવાના શરૂ થઇ ગયા હતા.

એવી ખબરો પણ સામે આવી હતી કે એશ્વર્યા અને અભિષેક છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જો કે, આ વાતોને વધતી જોઇને અભિનેતાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ હતુ કે, ઠીક છે.. હું તલાક લઇ રહ્યો છું. મને કહેવા માટે આભાર. શું તમે મને જણાવશો કે હું બીજી વાર લગ્ન કયારે કરી રહ્યો છું.

આ ટ્વીટ બાદ અભિષેક બચ્ચને આ વાત એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું જાણું છું કે હકિકત શું છે, મીડિયાની વાતોને કેટલી સિરિયસ લેવી જોઇએ. હવે કોઈ ત્રીજા વ્યક્તિને જણાવવાની જરૂરિયાત નથી કે મારે અને ઐશ્વર્યાએ પોતાના સંબંધો કેવી રીતે નિભાવવા જોઈએ. એશ્વર્યા સારી રીતે જાણે છે કે હું તેને કેટલો પ્રેમ કરું છું અને હું પણ જાણું છું કે તે મને કેટલો પ્રેમ કરે છે.

આજે પણ ઘણા કપલ એવા છે કે જેઓ તેમના વચ્ચેના ઝઘડાને પરિવાર અને ફ્રેન્ડ્સ વચ્ચે લઇ જાય છે. તે હંમેશાં ભૂલી જાય છે કે ત્રીજો ક્યારેય તમારા સંબંધોને સુધારી શકતો નથી. સંભવ છે કે ત્રીજા વ્યક્તિની દખલ તમારા સંબંધોને પહેલાં કરતાં વધુ તણાવપૂર્ણ બનાવે છે. આવાામાં તમે કોશિશ કરો કે જો સંબંધમાં દરાર આવી છે તો શાંતિથી બેસીને તેનો નિકાલ લાવો.

Live 247 Media

disabled