બોલીવુડના મોટા સિતારાનું થયું દુઃખદ નિધન, કરોડો ફેન્સ રડી પડ્યા, વેલકમ ફિર હેરાફેરી બનાવનાર મોટી હસ્તીનું નિધન થતાંજ બોલીવુડને ફટકો - Chel Chabilo Gujrati

બોલીવુડના મોટા સિતારાનું થયું દુઃખદ નિધન, કરોડો ફેન્સ રડી પડ્યા, વેલકમ ફિર હેરાફેરી બનાવનાર મોટી હસ્તીનું નિધન થતાંજ બોલીવુડને ફટકો

દોસ્તો આજકાલ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનો ખરાબ સમય ચાલી રહ્યો છે એવામાં હાલમાં જ સમાચાર મળ્યા છે કે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા ઈન્ડસ્ટ્રીમાં ગફ્ફાર ભાઈ તેમજ એજી નડિયાદવાલાના નામે જાણીતા હતા. તેઓ ફિરોઝ નડિયાદવાલાના પિતા છે જ્યારે જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાના અંકલ છે.

રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ પ્રોડ્યુસર અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. તેઓની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એમની ઉમર આશરે 90 વર્ષ હતી અને ડાયાબિટીસ તેમજ અસ્થમા જેવા રોગથી પીડિત હતા. એજી નડિયાદવાલા કથિત રીતે 1953થી ઉદ્યોગમાં હતા. લગભગ સાત દાયકા સુધઈ તેમણે પ્રદીપ કુમાર અને દારા સિંહની મહાભારત (1965) જેવી ઘણી લોકપ્રિય પરિયોજનાઓનો ભાગ બન્યા હતા.

ફિલ્મ હેરા ફેરી અને વેલકમના નિર્માતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલા ઉર્ફ એજી નડિયાદવાલાનુ 22 ઓગષ્ટે નિધન થયુ. તેઓ 91 વર્ષના હતા અને કથિત રીતે હાર્ટ એટેકના કારણે તેમનુ મૃત્યુ થયુ. તેમના નિધન બાદ બોલીવુડ અભિનેતા અજય દેવગણે ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી. વિમલ પાન મસાલાના અભિનેતા અજય દેવગણે યાદ લખ્યું છે કે તેમના પપ્પા વીરૂ દેવગણ અને એજી નડિયાદવાલા નજીકના સહયોગી હતા. જેણે બોલીવુડના સ્વર્ણ યુગમાં કામ કર્યુ હતુ.

તેમણે એક ટ્વિટ કરતા લખ્યું કે પ્રોડ્યુસર ગફ્ફરભાઈ નડિયાદવાલાના નિધન પર મારી સંવેદના. મારા પિતા અને તેઓ સિનેમાના સ્વર્ણ યુગ દરમ્યાાન સહયોગી હતા. એજી નડિયાદવાલા સાહેબને શાંતિ પ્રાપ્ત થાય. નડિયાદવાલા પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ સીતારાએ પ્રિયદર્શનની ફિલ્મ હેરા ફેરીનુ પણ નિર્માણ કર્યુ હતુ. આ ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીએ અભિનય કર્યો હતો. તેમણે અક્ષય કુમાર અને પરેશ રાવલની સાથે વેલકમમાં પણ સહયોગ કર્યો હતો. જે 2007માં રિલીઝ થઇ હતી. તેમણે 2002ની કોમેડી અવારા પાગલ દીવાનાનુ પણ નિર્માણ કર્યુ હતુ. પ્રોડ્યુસર તરીકેની તેઓની પહેલી ફિલ્મ જુઠા સચ હતી કે જેમાં ધર્મેન્દ્ર અને રેખા લીડ રોલમાં હતા.

આ સિવાય તેમણે પ્રોડ્યુસ કરેલી અન્ય ફિલ્મો લહુ કે દો રંગ, આ ગલે લગ જા, શંકર શંભુ, વતન કે રખવાલે, સોને પે સુહાગા વગેરે છે. આ સિવાય એજી નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરેલી અન્ય કોમેડી ફિલ્મો હેરાફેરી, આવારા પાગલ દીવાના, વેલકમ છે.

admins

disabled