દિગ્ગજ સિંગરે ટૉયલેટ પૉટ પર બેસીને પોઝ આપતી તસવીર કરી શેર, યુઝર બોલ્યો-બીજી કોઈ જગ્યા ન મળી
પોતાના દમદાર અવાજ અને સુંદર ગીતોથી આસ્થા ગિલએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.આસ્થા સોશિયલ મીડિયા પર સક્રિય સ્ટારમાંની એક છે.પોતાના ગીતોથી દર્શકોનું મનોરંજન કરનારી આસ્થા અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે,ચાહકો પણ તેની તસવીરોને ખુબ પસંદ કરે છે. એવામાં એકવાર ફરીથી આસ્થાએ એવું ફોટોશૂટ કરાવ્યું કે લોકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
આસ્થાએ ટોયલેટ પૉટ પર બેસીને ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટમાં આસ્થાએ પિન્ક બ્રાલેટ ટોપ પહેર્યું છે અને બ્લુ સ્કર્ટ અને બ્લુ જૈકેટ પહેરી રાખ્યું છે.હળવો મેકઅપ અને પોની ટેલમાં આસ્થાએ લુકને કમ્પ્લીટ કર્યો હતો.આ લુક સાથે આસ્થાએ વ્હાઇટ શૂઝ પણ પહેરી રાખ્યા હતા.
View this post on Instagram
તસવીર જોઈને લોકો પોતાનું હસવું રોકી નથી શકતા અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે,બીજી કોઈ જગ્યા ન મળી’ અન્ય એક યુઝરે લખ્યું કે,’લોકો ટૉયલેટ પૉટ પર બેસીને પણ એવા પોઝ આપે છે કે જાણે મૉડલ હોય’ અન્ય એક યુઝરે લખ્યું કે,’મેડમને અહીં પણ ફોટોશૂટ કરાવવું છે’.ફોટોશુટને લીધે આસ્થા ખુબ મજાકની પાત્ર બની રહી છે.
View this post on Instagram
આસ્થા રિયાલિટી શો ખતરો કે ખિલાડી-11માં જોવા મળી ચુકી છે. શોમાં આસ્થાએ દરેક સ્ટંટમાં ખુબ શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું. આસ્થા ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપી ચુકી છે.