સોશિયલ મીડિયાની મજેદાર દુનિયા હજારો લાખો વીડિયોથી ભરેલી પડી છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં રોજ હજારો લાખોની સંખ્યામાં વીડિયો જોવામાં અને અપલોડ કરવામાં આવે છે. એમાંથી કેટલાક તો એવા રમુજી હોય છે કે જેને જોઈને પેટ પકડી હસી હસીને પાગલ થઇ જવાય છે, તો ઘણી વાર આવું કંઈક સામે આવે છે કે જે આંખમાંથી આંસુ લાવી દે છે.
હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જેમાં એક છોકરી કે જે 70 વર્ષના એક વ્યક્તિના પ્રેમમાં પાગલ થઈ ગઈ અને તે વૃદ્ધ વ્યક્તિ આ છોકરીને ગળે પણ લગાડે છે અને તેને કિસ પણ કરે છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. થોડી જ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વૃદ્ધની એકદમ ક્લોઝ બેઠેલી છે. વૃદ્ધે તેના ખભા પર હાથ મૂક્યો છે અને તે તેની સાથે વાત કરી રહ્યો છે.
જ્યારે વૃદ્ધ છોકરી સાથે વાતો કરી રહ્યો હોય છે ત્યારે જ કેમેરો ઓન કરી એક વ્યક્તિ બંનેની નજીક જાય છે. આ વ્યક્તિને જોઇને વૃદ્ધ વ્યક્તિ થોડો ડરી જાય છે. તે તેને જવા માટે કહે છે. વૃદ્ધ વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે તે ચાલ્યો જાય નહિ તો મામલો ખરાબ થઇ જશે. ફ્રેમના આગળના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધ વ્યક્તિ છોકરીને ગાલ પર ચુંબન કરે છે. છોકરી પણ ઘણી ખુશ જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીને કિસ કર્યા પછી વૃદ્ધ તેને ટાઇટ ગળે પણ લગાવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ નેટીઝન્સ ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. બંને વચ્ચેની ઉંમરનું આટલું અંતર જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે લાગે છે કાકાનું પેન્શન આવી ગયું છે. જણાવી દઇએ કે, આ વીડિયોની અમે પુષ્ટિ નથી કરતા, તે એક મનોરંજનનો પણ ભાગ હોઇ શકે છે.
View this post on Instagram