એક જ ઝાટકે બોલિવુડ ઇન્ડસ્ટ્રીનેને છોડી દીધી આ 9 અભિનેત્રીઓએ, 5 નંબર વળી કપડાં ઉતારવામાં જરાય શરમ નથી રાખતી - Chel Chabilo Gujrati

એક જ ઝાટકે બોલિવુડ ઇન્ડસ્ટ્રીનેને છોડી દીધી આ 9 અભિનેત્રીઓએ, 5 નંબર વળી કપડાં ઉતારવામાં જરાય શરમ નથી રાખતી

એક અભિનેત્રી જે બેબાકીથી વાત કરે છે, પડદા પર બોલ્ડ સીન આપવામાં અસહજ મહેસૂસ પણ નથી કરતી. તે અચાનકથી એક દિવસ બોલિવુડને ગુનાનો રસ્તો જણાવી એલાન કરી દે છે કે તેનો હવે બોલિવુડ સાથે કોઇ સંબંધ નથી. એટલું જ નહિ તે તેના ઇન્સ્ટાગ્રામથી પોતાની પહેલાની તસવીરો પણ બધી હટાવી દે છે. આ અભિનેત્રીનું નામ છે સના ખાન. સના ખાને સલમાન ખાનની ફિલ્મ જય હો, ટોયલેટ એક પ્રેમ કથા અને જોન અબ્રાહમ સાથે ગોલ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.

તેણે સાઉથની પણ ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ અચાનક તેણે બોલિવુડને પૂરી રીતે અલવિદા કહી દીધુ. આ વાત જાણી ચાહકો સહિત ઘણા લોકો હેરાન રહી ગયા હતા. એવું તો શું કારણ હોય છે કે માણસ આટલા વર્ષો સુધી બનાવેલા પોતાના કરિયરને એકદમથી અલવિદા કહી દે છે ? સના પહેલી નથી જેણે બોલિવુડને અલવિદા કહી દીધુ છે. આ પહેલા પણ બોલિવુડના પોતાના કરિયરને બુલંદી પર ઘણા લોકો છોડી ગયા છે.

1.આયશા ટાકિયા : આયશા સૌપ્રથમ 5 વર્ષની ઉંમરે કોમ્પ્લેનની જાહેરાતમાં જોવા મળી હતી, તેણે 15 વર્ષની ઉંમરે મુખ્ય અભિનેત્રી તરીકે ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. વોન્ટેડ, નો સ્મોકિંગ અને સન્ડે જેવી ફિલ્મોમાં જાણીતા ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કરનાર આ અભિનેત્રીએ માત્ર 23 વર્ષની ઉંમરે એક્ટિંગ અને બોલિવૂડને અલવિદા કહી દીધું. આયશાએ 2009માં તેના બોયફ્રેન્ડ ફરહાન સાથે લગ્ન કર્યા અને 2013માં તે એક પુત્રની માતા બની. લગ્ન પછી આયેશા ફરી ક્યારેય ફિલ્મી પડદે દેખાઈ નહીં. અભિનય ક્ષેત્રે સફળતાના શિખરે પહોંચેલી તેનું આ રીતે બોલિવૂડને અલવિદા કહેવું એ તેના ચાહકો માટે આશ્ચર્યજનક સમાચાર હતા.

2.અનુ અગ્રવાલ : અનિતા અગ્રવાલ ઉર્ફે અનુ અગ્રવાલ નામથી ઘણા લોકો પરિચિત નહીં હોય, પરંતુ જ્યારે આશિકી ગર્લનું નામ આવે ત્યારે દરેક વ્યક્તિ આ નામ અને ચહેરો ઓળખી જાય છે. જૂની ફિલ્મ ‘આશિકી’ની અભિનેત્રી અનુ અગ્રવાલ લોકોના દિલોદિમાગમાં છવાઈ જનારનું જીવન સાવ બેફિકર હતું. તે જાહેરમાં ઉભા રહીને સિગારેટ પીતી હતી. જો કે ફિલ્મો બહુ ન મળી, પણ ફિલ્મો સાથેનો સંબંધ તૂટ્યો નહીં.વર્ષ 1996માં તેમની છેલ્લી ફિલ્મ ધ રિટર્ન્સ ઑફ જ્વેલ થીફ કર્યા પછી, તેમનો ઝોક પ્રવાસ અને યોગ તરફ વધુ હતો. પરંતુ 1999માં, તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેનો એક ખતરનાક કાર અકસ્માત થયો હતો. ઘણી ગંભીર ઇજાઓ હતી, 29 દિવસ સુધી કોમામાં રહ્યા. અને જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પાછી ફરી ત્યારે તેણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. ત્યારથી તેના જીવનમાં માત્ર આધ્યાત્મિકતા અને યોગ છે.

3.બરખા મદાન : બરખા મદાને ટીવીથી લઈને ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સાથે તે બે ફિલ્મોની નિર્માતા પણ રહી ચૂકી છે. તેના જીવનમાં એવી કોઈ સમસ્યા નહોતી કે જેના કારણે તેનો ફિલ્મી દુનિયાથી મોહભંગ થઈ જાય, પરંતુ તેમ છતાં તેણે બૌદ્ધ ધર્મ અપનાવવાનું મન બનાવી લીધું અને સાધ્વી બની ગઈ. જ્યારે તેણે 2002માં ધર્મશાળામાં એક કાર્યક્રમ દરમિયાન દલાઈ લામા જોપ્પા રિપોન્ચેને સાંભળ્યા ત્યારે તેણે સાધ્વી બનવાનું વિચાર્યું. 10 વર્ષ સુધી વિચાર કર્યા પછી, 2012 માં, બરખા કાઠમંડુના એક બૌદ્ધ મઠમાં બૌદ્ધ ધર્મ અપનાવી સાધ્વી બની.  બરખા 1994માં મિસ ઈન્ડિયા સ્પર્ધક હતી અને તેણીની ફિલ્મ માટે વિદેશી પુરસ્કાર જીત્યો હતો.

4.ઝાયરા વસીમ : આ છોકરીએ નાની ઉંમરમાં જ દુનિયાને પોતાની ક્ષમતા બતાવી દીધી. આ છોકરીએ દંગલમાં દંગલ ગર્લ અને સ્કાય ઇઝ પિંકમાં જીવતા કેન્સરના દર્દીના રોલમાં બધાનું દિલ જીતી લીધું હતું. નાની ઉંમરે તેને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મ મળી જેમાં તે પોતે મુખ્ય પાત્રમાં હતી. ખરા અર્થમાં, ઝાયરાનું કરિયર બરાબર શરૂ પણ થયું ન હતું કે તેણે અચાનક એક દિવસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા. ઝાયરાએ પોતાના ધર્મના નામે બોલિવૂડને હંમેશ માટે અલવિદા કહી દીધું.

5.સોફિયા હયાત : સોફિયા ફેમસ મોડલ રહી ચુકી છે. સપ્ટેમ્બર 2013માં, FHM મેગેઝિને વિશ્વની સૌથી મહિલાઓની તેની યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં સોફિયાને 81મું સ્થાન મળ્યું હતું. આ સિવાય સોફિયા બિગ બોસની 7મી સિઝનમાં પણ જોવા મળી છે. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.શક્ય હતું કે તે પોતાનું કરિયર આગળ વધારી શકે, પરંતુ 2016માં સોફિયાએ અચાનક જાહેરાત કરી કે તે હવે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલશે. તેણે પોતાનું નવું નામ સોફિયા મધર આપ્યું.

6.મયૂરી કાંગો : મયુરી કોંગો 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેની પહેલી જ ફિલ્મ પાપા કહેતે હૈ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ સિવાય તેણે બેતાબી, હોગી પ્યાર કી જીત, પાપા ધ ગ્રેટ અને બાદલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મયુરીએ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ નસીમમાં પણ કામ કર્યું છે.હિટ ફિલ્મો અને ઘણી સિરિયલોમાં અભિનય કરવા છતાં મયુરીએ 2003માં ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું. તેણે આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને યુએસમાં સ્થાયી થયા. અહીંથી મયુરીએ એમબીએ પૂર્ણ કર્યું અને પછી તે ફિલ્મી દુનિયા છોડીને બિઝનેસ વર્લ્ડનો હિસ્સો બની ગઈ.

7.હરમન બાવેજા : હરમન બાવેજાએ ઘણી અપેક્ષાઓ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ એક પછી એક સતત 4 ફિલ્મ ફ્લોપ પછી, તે આગળ વધવાની હિંમત એકત્ર કરી શક્યો નહીં. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર હેરી બાવેજાનો પુત્ર હોવા છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી શક્યો ન હતો.તેની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરીથી તેનો પ્રેમ પ્રિયંકા ચોપરા સાથે ખીલ્યો હતો પરંતુ વોટ્સ યોર રાશી સાથે બંને વચ્ચેનું અંતર વધી ગયું હતું. હરમને તેની છેલ્લી ફિલ્મ ઢિશકિયાં કર્યા બાદ તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું.

8.વિનોદ ખન્ના : વિનોદ ખન્ના ભલે આ દુનિયામાં ન રહ્યા હોય, પરંતુ તેમની ફિલ્મો દ્વારા તેમનો અભિનય આજે પણ લોકોના મનમાં જીવંત છે. તેમના પિતા ફિલ્મોમાં કામ કરવાના વિરોધમાં હતા પરંતુ તેમ છતાં તે ફિલ્મી દુનિયામાં આવ્યા. વિલન તરીકે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર વિનોદ ખન્નાએ પોતાના અભિનયના દમ પર સફળતા મેળવી હતી. એક સમય હતો જ્યારે વિનોદ ખન્ના અમિતાભ કરતા વધુ લોકપ્રિય હતા. સફળતાના શિખર પર પહોંચ્યા પછી, તેમણે અચાનક જ સાંસારિક આસક્તિનો ત્યાગ કર્યો અને ઓશોનું શરણ લીધું. ફિલ્મ જગતને આ રીતે અલવિદા કહેવું તે સમયે દરેક માટે આશ્ચર્યજનક હતું.

9.કુમાર ગૌરવ : કુમાર ગૌરવ હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા રાજેન્દ્ર કુમારના પુત્ર છે. તેણે સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા છે. લવસ્ટોરી જેવી હિટ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર કુમાર ગૌરવે તેરી કસમ, નામ અને સ્ટાર જેવી હિટ ફિલ્મો આપી હતી. ટેલિવિઝન ફિલ્મ જનમ માટે તેઓ નેશનલ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા.કુમાર ગૌરવે છેલ્લી ફિલ્મ 2006માં કરી હતી, જેનું નામ માય ડેડી સ્ટ્રોંગેસ્ટ હતું.આ પછી બોલિવૂડ છોડીને તેમણે બિઝનેસ લાઇનમાં પ્રવેશ કર્યો. હાલમાં તેમની માલદીવમાં ટ્રાવેલ કંપની છે.

Live 247 Media

disabled