બે ભાઈઓ લજવ્યા માતા પિતાના સંસ્કાર ? 8000 રૂપિયા ખર્ચીને ઘરમાં જ લઇ આવ્યા રશિયન ગર્લ, મમ્મી-પપ્પા જોઈ ગયા અને પછી થયો એવો તમાશો કે... જુઓ પ્રેન્ક વીડિયો - Chel Chabilo Gujrati

બે ભાઈઓ લજવ્યા માતા પિતાના સંસ્કાર ? 8000 રૂપિયા ખર્ચીને ઘરમાં જ લઇ આવ્યા રશિયન ગર્લ, મમ્મી-પપ્પા જોઈ ગયા અને પછી થયો એવો તમાશો કે… જુઓ પ્રેન્ક વીડિયો

રશિયન ગર્લ સાથે એક જ બેડની અંદર સુઈ રહેલા બંને ભાઈઓને મમ્મી પપ્પાએ રંગેહાથ ઝડપી લીધા… પછી કરી એવી ફટકા બાજી કે.. જુઓ વીડિયો

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા પરાક્રમો પણ કરતા હોય છે. ઘણા લોકો પ્રેન્ક વીડિયો કરીને પણ લોકોને મંજોરાંજ પૂરું પાડતા હોય છે. તો ઘણા લોકો આવા પ્રેન્ક કરવાના ચક્કરમાં કંઈક એવું કરી બેસતા હોય છે જેને જોઈને લોકો પણ ગુસ્સે ભરાતા હોય છે.

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં બે ભાઈઓ તેના મમ્મી પપ્પા સાથે પ્રેન્ક કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ભાઈઓ એક રશિયન છોકરીને પોતાના રૂમમાં બોલાવે છે અને ત્રણેય લોકોએ પોતાના મોઢા પર લિપસ્ટિક ફેલાવી દીધી છે. જેના કારણે એવું લાગે જાણે તે તેની સાથે રોમાન્સ કરી રહ્યા છે.

ત્રણેય એક ચાદર ઓઢીને સુઈ જાય છે અને પછી અચાનક બે ભાઈઓ ખાલી ખાલી ઝઘડવા લાગે છે. એમના ઝઘડાનો અવાજ સાંભળીને મમ્મી બૂમ પાડે છે અને તેના કારણે ત્રણેય માથે ઓઢીને પાછા સુઈ જાય છે. જયારે મમ્મી આવીને ચાદર હટાવે છે ત્યારે નજારો જોઈને હેરાન રહી જાય છે, બંને છોકરાની વચ્ચે એક રશિયન છોકરી સુતેલી જોવા મળે છે.

જેના બાદ પપ્પા પણ આવી જાય છે અને છોકરાઓની આ હરકત પર ખુબ જ ગુસ્સે પણ થાય છે અને પછી ચપ્પલ લઈને તે બંનેને મારવા લાગે છે. જેના બાદ છેલ્લે છોકરો કહે છે કે આ પ્રેન્ક વીડિયો છે. વીડિયોના કેપશનમાં લખેલું છે કે “8000 રૂપિયામાં રશિયન છોકરી ઘરે બોલાવી. પ્રેન્ક ઓન માય પેરેન્ટ્સ.” હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને 10 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, એક યુઝર્સે કહ્યું કે “આવો પ્રેન્ક મેં આજ સુધી નથી જોયો કે ઘરમાં રશિયન બોલાવી લીધી.. ગજબ છે ભાઈ…” તો કેટલાક યુઝર્સને આ પસંદ પણ નથી આવી રહ્યું. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે માતા-પિતાની સામે આવો પ્રેન્ક શું કામ કરવો જોઈએ ? તો ઘણા લોકો આને સંસ્કાર સાથે પણ જોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો પ્રેન્ક અને મનોરંજન માટે જ બનાવ્યો છે.

યુઝર્સ આ વીડિયોને હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. સાથે જ 20 મિલિયન જેટલા લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે અને 7500 કરતા વધારે લોકોએ આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપ્યા છે !

Uma Thakor

disabled