આ ટીવીના 8 સિતારાઓએ લોકડાઉનમાં મોંઘી કાર ખરીદી પોતાનું સપનું કર્યું પૂરું - Chel Chabilo Gujrati

આ ટીવીના 8 સિતારાઓએ લોકડાઉનમાં મોંઘી કાર ખરીદી પોતાનું સપનું કર્યું પૂરું

કરોડોપતિ સિતારાઓને મોંઘવારી કે મંદી નડે? જુઓ લોકડાઉનમાં કરોડોની કાર ખરીદી

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં તમે પગ મુકો અને સાથે મહેનત કરો તો તમને સફળતા ચોક્કસ મળે છે, એના માટે આવડતની પણ જરૂર હોય છે.

ઘણા લોકો પોતાની આવડતના કારણે આ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ  મોટું નામ બનાવી ચુક્યા છે.  સાથે સાથે નાની ઉંમરમાં જ એક સફળ અને લક્ઝુરિયસ જીવન પણ જીવવા લાગ્યા છે. ભલે લોકડાઉન દરમિયાન તેમનું કામકાજ બંધ રહ્યું છતાં તેમની લોકપ્રિયતા એવી જ રહી. આ દરમિયાન કેટલાક ટીવી સિતારાઓએ પોતાની મનગમતી સપનાની કાર ખરીદી છે. ચાલો જોઈએ એવા 8 સિતારાઓને જેમને પોતાની સપનાની કાર ખરીદી.

1. રશ્મિ દેસાઈ:
“બિગ બોસ 13” અને “નાગિન 4” માં નજર આવી ચુકેલી લોકપ્રિયઅભિનેત્રી રશ્મિ દેસાઈએ હાલમાં જ એક લકઝુરિયસ કાર ખરીદી છે. જેની તસ્વીરો અને વીડિયો રશ્મિએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યા હતા. રશ્મિ દેસાઇ ઘણા લાંબા સમયથી કાર ખરીદવાની યોજના બનાવી રહી હતી પરંતુ લોકડાઉનને કારણે ખરીદી શકી નહોતી. એક મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિએ જણાવ્યું હતું કે: “બિગબોસ-13માં આવ્યા બાદ હું મર્સીડીઝ કાર ખરીદવા માંગતી હતી પરંતુ મેં મર્સીડીઝ લેવાનું કેન્સલ કર્યું હતું. આખરે તો લોકો મારા કામથી ઓળખે છે તેનાથી નહીં કે જે વસ્તુ મારી લાઈફમાં છે. ” અને રશ્મિએ બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ખરીદી.

2. ધીરજ ધુપર:
“કુંડલી ભાગ્ય” સ્ટાર ધીરજ ધુપરે હાલમાં જ પોતાના માટે એક સ્વૈનકી લક્ઝરી કાર ખરીદી છે. આ સાથે જ તેને પોતાની બ્યુટી એન્ડ બિસ્ટ સાથે પોઝ આપતી તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

3. ઈશા સિંહ:
“ઇશ્ક શુભાન અલ્લાહ” માં નજરે આવેલી અભિનેત્રી ઇશા સિંહે પોતાને જ એક કાર ગિફ્ટ કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા ઉપર શેર પણ  કરી હતી. આ સાથે જ ઈશાએ પોતાના મમ્મી પપ્પાનો આભાર માનતી એક પોસ્ટ પણ શેર કરી હતી.

4 .અસીમ રિયાઝ:
જુલાઈ માસમાં “બિગ બોસ 13” ફેમ અસીમ રિયાઝે પોતાના માટે લક્ઝરી સ્પોર્ટસ કાર ખરીદી હતી. આસિમે BMW 5 M series લક્ઝરી સ્પોર્ટસ કાર ખરીદી છે. તેની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અસીમે કહ્યું હતું કે, “તેનું હંમેશાં એક સ્પોર્ટ્સ કાર ખરીદવાનું સપનું હતું.” જે તેને આ કર ખરીદીને પૂર્ણ કર્યું છે.

5. અવિનાશ મુખર્જી:
“બાલિકા વધુ” ટીવી શોમાં પોતના આગવા અભિનયથી સ્ટાર બનેલો અવિનાશ મુખર્જીએ પોતાના 22માં જન્મ દિવસ ઉપર પોતાને જ એક કાર ગિફ્ટ કરી.  અવિનાશને પોતાનો એક બિઝનેસ છે. અવિનાશ મુખર્જીએ થોડા દિવસો પહેલા તેના જન્મ દિવસે નવી કાર ખરીદી તસ્વીર શેર કરી હતી. અવિનાશે કારની તસવીર શેર કરી અને લખ્યું, “ફિલ્મફેર બ્લેક લેડી પહેલા મર્સિડીઝ બેન્ઝ બ્લેક બેબી મારી સૌથી કિંમતી વસ્તુ હશે.  હું મારી પહેલી કાર ખરીદવાનું સપનું તમારા બધાના પ્રેમથી પૂરું કરી શક્યો છું.”

6. કનિકા માન:
“ગુડ્ડૂન તુમસે ના હો પાએગા” ફેમ કનિકા માનેએ લોકડાઉન દરમિયાન પોતાના માટે નવી કાર ખરીદી હતી. કનિકાએ તેની કો-સ્ટાર નિશાંત માલકણી સાથે કારની નજીક પોઝ આપતી તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

7. જન્નત જુબૈર:
ખુબ જ નાની ઉંમરમાં સ્ટાર બની ચુકેલી અભિનેત્રી જન્નત જુબૈરે પણ પોતાના 19માં જન્મ દિવસે ખુબ જ લક્ઝુરિયસ કાર ખરીદી હતી. સફેદ કાર સાથે સફેદ કપડામાં જન્નત ખરેખર ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

8. તનાઝ અને બખ્તિયાર:
પ્રખ્યાત ટીવી કપલ તનાઝ ઈરાની અને બખ્તિયારે જુલાઈમાં પોતના માટે એક શાનદાર કાર ખરીદી. બખ્તિયાર પોતાની નવી કારને લઈને ખુબ જ ખુશ છે. સાથે જ તેમને આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે તેના પતિ બખ્તિયારને કારનો લાલ રંગ ખુબ જ પસંદ આવ્યો છે.

Uma Thakor

disabled