આ 6 અભિનેત્રીઓએ બાપ-દીકરા બંન્ને સાથે આદર્યો હતો પ્રેમ, 6 નંબરવાળીના તો થઇ ગયા છે છૂટાછેડા - Chel Chabilo Gujrati

આ 6 અભિનેત્રીઓએ બાપ-દીકરા બંન્ને સાથે આદર્યો હતો પ્રેમ, 6 નંબરવાળીના તો થઇ ગયા છે છૂટાછેડા

આ 6 એક્ટ્રેસે બાપ અને દીકરા બંને સાથે ભરપૂર રોમાન્સ કર્યો, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

બૉલીવુડની દુનિયા આજે જેવી દેખાય છે, પહેલાના સમયમાં તે કંઈક અલગ જ હતી. તે સમયથી લઈને અત્યાર સુધી અભિનેતાઓ કે અભિનેત્રીઓની ભૂમિકામાં

ખુબ બદલાવ જોવામાં આવ્યો છે. એટલો મોટો બદલાવ કે ઓન સ્ક્રીન ઘણી અભિનેત્રીઓએ પિતાની સાથે સાથે તેઓના દીકરાઓ સાથે પણ રોમાન્સ કર્યું હતું.ખાસ વાત એ છે કે આ અભિનેત્રીઓની જોડી પિતા સાથે જેટલી હિટ રહી છે

તેટલી જ તેઓના દીકરા સાથે પણ રહી છે. આજે અમે તમને આવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ ફિલ્મોમાં બાપ-દીકરા બંન્ને સાથે રોમાંસ કરી ચુકી છે.

1. હેમા માલિની:

સદાબહાર અભિનેત્રી હેમા માલિની પહેલી વાર ફિલ્મ ‘સપનો કે સૌદાગર’માં જોવા મળી હતી. ફિલ્મમાં તેના હીરો રાજ કપૂર હતા. જો કે તેના પછી હેમા માલિનીએ રાજ કપૂરના દીકરા રણધીર કપૂર અને ઋષિ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં રોમાંસ કર્યો હતો.

2. ડિમ્પલ કપાડિયા:

ડિમ્પલ કપાડિયા બાપ-દીકરાની જોડી ધર્મેન્દ્ર-સની દેઓલ ના સિવાય વિનોદ-અક્ષય ખન્નાની પણ હિરોઈન બની ચુકી છે. ડિમ્પલ કપાડિયા ધર્મેન્દ્રની સાથે બંટવારા, શહજાદે અને સની દેઓલની સાથે નરસિમ્હા, મંઝિલ મંઝિલ, અર્જુન, ગુનાહ, આગ કા ગોલા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય વિનોદ ખન્ના સાથે ખુન કા કર્જ, ઇન્સાફ માં જોવા મળી હતી અને દિલ ચાહતા હૈં માં અક્ષય ખન્ના અને ડિમ્પલની લવ કેમેસ્ટ્રી જોવા મળી હતી.

3. શ્રી દેવી:

શ્રી દેવી ભલે આજે આપણી વચ્ચે રહી ન હોય પણ તેનો દમદાર અભિનય હંમેશા જીવિત રહેશે. શ્રીદેવીએ બોલીવુડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રની ફિલ્મ ‘નાકાબંદી’માં કામ કર્યું હતું. જેના પછી તે ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ સાથે ચાલબાજ, નિગાહેં, અને રામ અવતરામાં પણ રોમાન્સ કરી ચુકી છે. દર્શકોએ શ્રીદેવીને ધર્મેન્દ્ર અને સની દેઓલ બંન્ને સાથે પસંદ કરી હતી.

4. માધુરી દીક્ષિત:

માધુરી દીક્ષિતે ફિલ્મ દયાવાન થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિનોદ ખન્ના જોવા મળ્યા હતા.

આ સિવાય પોતાની પહેલી જ ફિલ્મમાં માધુરી બોલ્ડ સીન્સ આપીને ખુબ ચર્ચામાં આવી ગઈ હતી. જેના પછી માધુરી વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ ‘મોહબ્બત’ માં રોમાન્સ કરતી જોવા મળી હતી.

5. જયાં પ્રદા:

જયાં પ્રદા ધર્મેન્દ્રની સાથે ફરીશ્તે, શહજાદે, ન્યાયદાતા ગંગા તેરે દેશ મૈં, કુંદન, એલાન-એ-જંગ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી હતી, જયારે સની દેઓલની સાથે વીરતા અને જબરદસ્તમાં જોવા મળી હતી.

6. અમૃતા સિંહ:

અમૃતા સિંહે સની દેઓલ સાથે ફિલ્મ બેતાબ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. જો કે તેના પછી અમૃતા સિંહને ધર્મેન્દ્રની હિરોઈન બનવાનો મૌકો મળ્યો હતો. ફિલ્મ ‘સચ્ચાઈ કી તાકત’ માં અમૃતા સિંહ અને ધર્મેન્દ્રનો રોમાન્સ જોવા મળ્યો હતો.

Live 247 Media

disabled