જાણો એવા 5 સેલેબ્સ વિશે જેમણે કર્યા હતા છૂપી રીતે લગ્ન, એકે તો લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન - Chel Chabilo Gujrati

જાણો એવા 5 સેલેબ્સ વિશે જેમણે કર્યા હતા છૂપી રીતે લગ્ન, એકે તો લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન

ફિલ્મી સ્ટાર્સના લગ્નમાં તમે ઘણુ બધુ દેખ્યુ હશે, તેમના લગ્ન સોશિયલ મીડિયા પર છવાઇ ગયા હશે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જેમના લગ્નની કોઇને ખબર પડી નહિ. તેઓએ છૂપી રીતે લગ્ન કર્યા. તો આવો જાણીએ આવા સ્ટાર્સ વિશે જેમણે કર્યા છૂપી રીતે લગ્ન…

1.રેખા અને વિનોદ મહેરા
બોલિવુડની ખૂબસુરત અદાકારા અને 90ના દાયકાની સૌથી હિટ અભિનેત્રીઓમાંની એક રેખા વિશે કોણ નથી જાણતું. આજે પણ તેમને કોઇ ઓળખની જરૂર નથી. તમને જણાવી દઇએ કે, રેખાએ વિનોદ મહેરા સાથે કોલકાતામાં છૂપી રીતે લગ્ન કર્યા હતા. કારણ કે, વિનોદ મહેરાની માતા રેખાને તેમના ઘરની વહુ બનાવવા બિલકુલ પણ રાજી ન હતા.

લગ્ન બાદ વિનોદ મહેરા રેખાને એરપોર્ટથી ઘરે લઇ ગયા અને રેખાએ તેમની માતાના આશિર્વાદ લેવાની કોશિશ કરી તો તેઓએ રેખાને ધક્કો મારી દીધો અને વિનોદ મહેરાની ઘણી કોશિશો બાદ પણ તેઓએ આ લગ્નને સ્વીકાર કર્યા નહિ અને આ સંબંધ ખત્મ થઇ ગયો.

2.ધર્મેન્દ્ર અને હેમામાલિની
બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમામાલિની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બોલિવુડમાં આવ્યા પહેલાથી જ ધર્મેન્દ્રના લગ્ન થઇ ગયા હતા અને તેમની પત્ની પ્રકાશ કૌર તેમને તલાક આપવા તૈયાર ન હતા. તેઓ પહેલાથી જ બે બાળકોના પિતા હતા. આવામાં તેઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને કોઇને કહ્યા વગર જ હેમામાલિની સાથે લગ્ન કરી લીધા.

3.સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતી
સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતીએ છૂપી રીતે લગ્ન કર્યા હતા. લગ્નની જાણકારી તેમના કેટલાક મિત્રો પાસે જ હતી. લગ્નના ઘણા મહિનાઓ બાદ તેમના સંબંધ વિશે જાણ થઇ હતી. લગ્નના લગભગ 1 વર્ષ બાદ દિવ્યા ભારતીનું નિધન થઇ ગયુ હતું.

4.જૂહી ચાવલા અને જય મહેતા
જૂહી ચાવલા અને જય મહેતાએ પણ લગ્ન છૂપી રીતે કર્યા હતા અને જૂહી તો ઘણા સમય સુધી જય મહેતાને તેમના મિત્ર જ કહેતા હતા. પરંતુ જયારે જૂહી ચાવલા પ્રેગ્નેટ હતા ત્યારે એ વાતનો ખુલાસો થયો કે, જૂહીએ જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા.

5.જોન અબ્રાહમ અને પ્રિયા રૂંચાલ
જોન અબ્રાહમ અભિનેત્રી બિપાશા બસુ સાથે રિલેશનશિપમાં હતા. પરંતુ બંનેેનો સંબંધ અચાનક તૂટી ગયો. જોને પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરી લીધા. જો કે, જોન અને પ્રિયાના લગ્નની જાણકારી ઘણા સમય બાદ થઇ હતી.

Live 247 Media

disabled