"ગોલમાલ" ફિલ્મના જેવી જ બાઈક બનાવવા આ ભાઈએ લગાવ્યો અનોખો જુગાડ, સ્પ્લેન્ડરને બનાવી દીધું એવું કે કરોડો લોકો બન્યા ફેન... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

“ગોલમાલ” ફિલ્મના જેવી જ બાઈક બનાવવા આ ભાઈએ લગાવ્યો અનોખો જુગાડ, સ્પ્લેન્ડરને બનાવી દીધું એવું કે કરોડો લોકો બન્યા ફેન… જુઓ વીડિયો

આપણા દેશમાં એવા ઘણા લોકો છે જે અલગ અલગ ઉગાડ કરીને લોકોના હોશ ઉડાવી દેતા હોય છે. ઇન્ટરનેટ પર પણ જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર એવા એવા જુગાડ જોવા મળે છે જેને જોઈને આપણું પણ માથું ચકરાવે ચઢી જાય. ભારતનો જુગાડ આખી દુનિયામાં જ એટલે વર્લ્ડ ફેમસ છે.

ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શું તમે ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ ફિલ્મ જોઈ છે? તેમાં અજય દેવગન, શરમન જોશી, અરશદ વારસી જેવા અદ્ભુત કલાકારો છે, જેમણે લોકોને એટલું હસાવ્યું કે તે લોકોની પ્રિય કોમેડી ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મમાં એક બાઇક હતી જેના પર ચાર મિત્રો સાથે સવારી કરે છે.

અજય દેવગનની આ બાઇકમાં ત્રણ ટાયર છે. એક બાઇકના આગળના ભાગમાં, એક પાછળ અને એક વચ્ચે.  ત્યારે આ ફિલ્મથી પ્રભાવિત થઈને એક વ્યક્તિએ  સ્પ્લેન્ડરમાં ફેરફાર કરીને તેના પર ત્રણ ટાયર લગાવ્યા. હવે તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આ છોકરાએ કેટલો અદભુત જુગાડ કર્યો છે, જ્યારે કેટલાક લોકો તેને જોખમી અને ટ્રાફિક નિયમોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

13 જાન્યુઆરીના રોજ ‘નવીન બાઇક ફીચર્સ’  હેન્ડલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોને અત્યાર સુધીંમાં લાખો વ્યૂઝ અને 6 લાખ લાઇક્સ મળી છે. તેમજ સેંકડો યુઝર્સે તેના પર ફીડબેક આપ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું “ભાઈ એક દિવસ રેલ બનાવશે.” બીજાએ લખ્યું “ભાઈ, એક વધુ ટાયર લગાવો, તે 4 વ્હીલર બની જશે.” ત્રીજાએ લખ્યું  “આ સુપર સ્પ્લેન્ડર છે.” અને હા, આ જુગાડુ બાઈક જોઈને ઘણા યુઝર્સને ગોલમાલ મૂવી યાદ આવી ગઈ.

Uma Thakor

disabled