રાતના અંધારામાં એકલી ગાયને જોતા જ ફરી વળ્યાં બે સિંહ, ગાયમાતાએ પણ પોતાની રક્ષા કરવા કર્યું એવું કે.. વીડિયો જોઈને હોશ ઉડી જશે

ગામની અંદર મારણ કરવા માટે આવેલા બે સિંહોએ ગાય પર કરી દીધો હુમલો, ગાયે પણ પોતાનો જીવ બચાવવા માટે કર્યું એવું કે… જુઓ વીડિયો

જંગલી પ્રાણીઓ હંમેશા એક બીજાનો શિકાર કરતા હોય છે અને તેમાં પણ જંગલના રાજા સિંહને જોઈને પ્રાણીઓ પોતાનો જીવ પણ બચાવીને ભાગતા હોય છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં ઘણીવાર સિંહો રહેણાંક વિસ્તારમાં પણ આવી ચઢતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

સિંહો રહેણાક વિસ્તારમાં આવીને ઢોરનું મારણ પણ કરતા જોવા મળે છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ને સિંહો રહેણાક વિસ્તારમાં ઘુસી આવ્યા છે અને રાતના અંધારામાં શિકારની શોધમાં ચાલી રહ્યા  હોય તેમ લાગે છે, ત્યારે જ એક ફળીયા જેવા વિસ્તારમાં ઉભેલી એક ગાય પર આ બંને સિંહો હુમલો કરી દે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાય રસ્તા પર ઉભી છે ત્યારે જ એક સિંહ તેને જોઈ જાય છે અને હુમલો કરવાની તૈયારી કરે છે ત્યારે જ બીજો એક સિંહ પણ ગાયમાતા પર હુમલો કરવા માટે જાય છે, પરંતુ ગયા આ દરમિયાન આ બંને સિંહોનો પ્રતીકાર કરતી જોવા મળે છે, ગાયમાતા સિંહો સામે પોતાનું રક્ષણ કરે છે, પરંતુ વીડિયો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)


વીડિયોમાં આગળ જાણી શકાયું નથી કે આ બંને સિંહ ગાયનો શિકાર કરે છે કે ગાય તેમની પાસેથી બચાવમાં સફળ રહે છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ રહી, પરંતુ આ વીડિયોને જોઈને ઘણા લોકો શોકિંગ પ્રતિભાવ આપી રહ્યા છે.

disabled