11 વર્ષની કંટેસ્ટંટે અમિતાભ બચ્ચનની નાકમાં કર્યુ દમ ! એવા એવા સવાલ પૂછ્યા કે બિગ બીની બોલતી થઇ ગઇ બંધ - Chel Chabilo Gujrati

11 વર્ષની કંટેસ્ટંટે અમિતાભ બચ્ચનની નાકમાં કર્યુ દમ ! એવા એવા સવાલ પૂછ્યા કે બિગ બીની બોલતી થઇ ગઇ બંધ

‘કોન બનેગા કરોડપતિ 14’માં આ દિવસોમાં કિડ્સ સ્પેશિયલ ચાલી રહ્યુ છે. શોમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બાળકો બેઠેલા નજર આવી રહ્યા છે, જે તેમના જ્ઞાન અને નટખટ અંદાજથી બિગ બીને હેરાન કરી રહ્યા છે. છેલ્લા એપિસોડમાં એક એવી જ કંટેસ્ટંટ હોટ સીટ પર બેસી હતી, જેણે અમિતાભ બચ્ચનને પરેશાન કરી દીધા હતા. આ છોકરી સામે સદીના મહાનાયકની બોલતી પણ બંધ થઇ ગઇ હતી.

KBCના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં જીતી હોટ સીટ સુધી પહોંચી હતી 11 વર્ષની અનવિશા ત્યાગી. આમ તો અનવિશા 11 વર્ષની જ છે પણ જ્યારે તેણે વાત કરવાનું શરૂ કર્યુ ત્યારે બિગ બી તો જોતા જ રહી ગયા હતા. મહારાષ્ટ્રના વસઇની રહેવાસી અનવિશાએ તેની વાતો અને હાજર જવાબીથી બધાને ખૂબ હસાવ્યા. ત્યાં, જ્યારે અમિતાભ બચ્ચને અનવિશાની પોલ ખોલી દીધી તો તેણે પણ બિગ બીની પોલ ખોલવાનો નિર્ણય કરી લીધો.

સોની ટીવી તરફથી શેર કરેલા પ્રોમોમાં જોવા મળી રહ્યુ છે કે, અનવિશા ત્યાગી હોટ સીટ તરફ આગળ વધે છે અને પછી બિગ બીના કાનમાં કંઇક કહે છે. અનવિશા અમિતાભ બચ્ચનને આ વાત કોઈને ન કહેવાનું કહે છે, પરંતુ બિગ બી ક્યાં રોકાવાના હતા, તેમણે બધાને કહ્યું કે અનવિશાની માતા ગણિતની ટીચર છે પરંતુ તેને આ વિષય બિલકુલ પસંદ નથી. આ પછી, અનવિશા બિગ બીને પૂછે છે કે શું તેમની એવી કોઈ શરારત છે,

જે પ્રિન્સિપાલ અથવા શિક્ષક દ્વારા પકડી પાડવામાં આવી હોય. બિગ બી આશ્ચર્યથી જોઈ રહે છે અને કહે છે કે તમે મને એક્સપોઝ કરી દીધો છે, તો હવે હું તમારો ખુલાસો કરીશ. અનવિશા આટલેથી અટકતી નથી, પછી તે બિગ બીને સોશિયલ મીડિયા અને ડાન્સના ફાયદાઓ જણાવે છે અને તેને ફોલો કરવાનું કહે છે.

અનવિશાની નોનસ્ટોપ વાત સાંભળીને બિગ બી કહે છે કે તમે અમારા બધાની બોલતી બંધ કરી દીધી. આ અંગે તે કહે છે કે માતા-પિતા કહે છે કે મારે નિરાંતે બોલવું જોઈએ, પરંતુ એકવાર હું ફ્લોમાં આવી જાઉં તો બકબક શરૂ થઈ જાય છે. બિગ બી 11 વર્ષની છોકરીની સામે ચુપચાપ હસતા જોવા મળે છે.

Live 247 Media

disabled