આવી રીતે તો કોણ તૈયાર થાય ? મેકઅપના થપેડા અને પછી આટલી બધી જવેલરી, લોકો બોલ્યા… આ બેનનું ડોકું ના નમી જાય… વાયરલ થયો વીડિયો
હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના આ મોહલ વચ્ચે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જે પેટ પકડીને હસવા માટે મજબુર કરી દે છે તો કેટલીય ઘટનાઓ આપણું દિલ પણ જીતી લેતી હોય છે.
લગ્નના દિવસે કન્યા સૌપ્રથમ બ્યુટીપાર્લર જાય છે અને તૈયાર થઈને ત્યાંથી જ લગ્ન સ્થળે પહોંચે છે. જો કે જ્યારે દુલ્હન બ્રાઈડલ લુક કરાવવા માટે બ્યુટી પાર્લરમાં જાય છે ત્યારે તેને 3-4 કલાકનો સમય લાગે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયેલી દુલ્હનનો લુક યુઝર્સ સાથે શેર કરવામાં આવ્યો છે. બધી દુલ્હન ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ કેટલાક એવા વીડિયો છે જેને જોઈને યુઝર્સ ટ્રોલ કરવા પર મજબૂર થઈ જાય છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. ઈન્ટરનેટ યુઝર્સે આ વીડિયો પર એટલી કોમેન્ટ કરી કે વીડિયો પોસ્ટ કરનાર એકાઉન્ટ હેન્ડલરે કોમેન્ટ સેક્શન બંધ કરવું પડ્યું. આ વીડિયો દિલ્હીના પ્રોફેશનલ હેર અને મેકઅપ આર્ટિસ્ટ ગગન નોનીએ શેર કર્યો છે. ફૂટેજમાં એક મહિલા લહેંગા પર હેવી જ્વેલરી પહેરેલી અને ઘણો મેક-અપ કરેલી જોઈ શકાય છે. વિડિયોમાં દુલ્હનને જોઈને લાગે છે કે તેણે વધારે પડતી જ્વેલરી પહેરી છે.
View this post on Instagram
લોકો તેના ઘરેણાંના આકારને પચાવી શકતા નથી.તેના આ ભારે હારના બે ભાગ જોવા મળ્યા હતા. જેમાં એક તેના ગળાથી તેની કમર સુધી લટકતો હતો. જ્યારે બીજો તેના ઘૂંટણ સુધી લટકતો હતો. બીજો ભાગ એટલો મોટો છે કે તે ડિનરની પ્લેટ જેવો દેખાય છે. યુઝર્સને તે વિચિત્ર લાગ્યું અને તે દુલ્હન પર યોગ્ય રીતે ફિટ ન હતું. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ રીલને 1.15 લાખથી વધુ લોકોએ લાઈક પણ કરી છે, જેના કારણે તે પેજનો સૌથી લોકપ્રિય વીડિયો બની ગયો છે.