ઘરની મહિલાઓએ આ કામ ક્યારેય ના કરવા, નહિ તો આખો પરિવાર થઇ શકે છે બરબાદ, જાણો કઈ કઈ છે તે બાબતો - Chel Chabilo Gujrati

ઘરની મહિલાઓએ આ કામ ક્યારેય ના કરવા, નહિ તો આખો પરિવાર થઇ શકે છે બરબાદ, જાણો કઈ કઈ છે તે બાબતો

જ્યારે ઘરની સ્ત્રીઓ આવું કરવા લાગે, ત્યારે સમજો કે ઘર બરબાદ થઈ રહ્યું છે

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ કરેલો છે જે આજે પણ સનાતન સત્ય જેવી લાગતી હોય છે. એક સમય એવો હતો જયારે લોકો વેદો પુરાણો અને શસ્રોની વાતોને અનુસરતા હતા જેના કારણે તમેના જીવનમાં દુઃખો પણ ખુબ જ ઓછા હતા,  પરંતુ આજનો માણસ દુઃખોમાં ઘેરાયેલો છે. આજે અમે તમને ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલી એવી જ કેટલીક બાબતો વિશે જણાવીશું જે મહિલાઓ ભૂલથી પણ ક્યારેય ના કરવી જોઈએ નહિ તો તેનો આખો પરિવાર બરબાદ થઇ શકે છે.

1. ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર કોઈપણ મહિલાએ વધારે પડતા વિરહથી બચવું જોઈએ. મતલબ કે પોતાના જીવનસાથીથી વધારે સમય સુધી દૂર ના રહેવું જોઈએ. આમ કરવાના કારણે તેને પારિવારિક સ્તર ઉપર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માટે સુરક્ષિત અને સન્માનજનક જીવન માટે જરૂરી છે કે તે પોતાના પતિની પાસે જ રહે.

2.  મહિલાઓએ હંમેશા સારા ચારિત્ર્ય વાળી વ્યક્તિ સાથે જ મિત્રતા કરવી જોઈએ. ખોટા ચારિત્ર્ય વાળા વ્યક્તિની સંગત કરવાના કારણે તે પોતાનું અને પોતાના પરિવારનું પણ પતન નિશ્ચિત કરે છે.

3. મહિલાઓએ દરેક વ્યક્તિનું યોગ્ય સન્માન કરવું જોઈએ. તેને ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ. કારણ કે મહિલા દ્વારા કરવામાં આવેલું કોઈનું અપમાન વિનાશનું કારણ બની શકે છે.  જે મહિલા પોતાના પરિવારજનો સાથે કઠોર વચનમાં વાત કરે છે તેના ઘરમાં શાંતિ પણ કાયમ રહેતી નથી.

4. મહિલાઓએ પોતાનું ઘર છોડીને પારકા ઘરની અંદર વધારે સમય સુધી ના રહેવું જોઈએ.  પારકા ઘરમાં રહેવાના કારણે ના તેનું ત્યાં સન્માન થાય છે ના તે ઘરની અંદર તે સુરક્ષિત છે,. માટે સુરક્ષિત અને માન સન્માન વધારવા માટે સ્ત્રીએ પોતાના જ ઘરમાં રહેવું જોઈએ.

Uma Thakor

disabled