મહિલાઓના શરીરના આ અંગથી સૌથી વધારે આકર્ષિત થાય છે પુરુષો, રિચર્ચમાં થયો ખુલાસો….

મહિલાઓના આ અંગ જોતા જ મર્દ બેકાબુ થાય છે, જાણીને નવાઈ લાગશે

આકર્ષણ એક એવી વસ્તુ છે જે દરેક માનવીના જીવનમાં કોઈને કોઈ મહત્વ ધરાવે છે.  મોટાભાગના લોકો એવું વિચારે છે કે તેનો અર્થ એ છે કે સ્ત્રી અને પુરૂષો એકબીજા પ્રત્યે આકર્ષાય છે પરંતુ એવું નથી. આકર્ષણ કોઈપણ વસ્તુનું હોઈ શકે છે અને કોઈને પણ થઈ શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘણા વર્ષોથી મનોવૈજ્ઞાનિકો આકર્ષણના નિયમને જાણવા માટે વિવિધ પ્રકારના સંશોધનો કરી રહ્યા છે અને હવે ફરી એકવાર એક સંશોધન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આકર્ષણના નિયમો પર આધારિત છે. આકર્ષણના નિયમો જાણવા માટે કરાયેલા તમામ સંશોધનોમાં વિવિધ વયજૂથના લોકોને પસંદ કરવામાં આવ્યા છે. આજે અમે વાત કરી રહ્યા છીએ જેમણે ઓનલાઈન ફાર્મસીના ડોક્ટર ફેલિક્સ દ્વારા  સંશોધન કરવામાં આવ્યું છે.

આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે સ્ત્રી અને પુરૂષો એવી કઈ વસ્તુઓ જોવે છે જેના લીધે એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે.  મીડિયા રિપોર્ટ અનુસાર આ અભ્યાસ માટે 18-65 વર્ષની વયના લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ સંશોધનમાં  સૌપ્રથમ એવું જાણવા મળ્યું હતું કે લગભગ અડધા પુરુષો (46%)એ કહ્યું કે મહિલાઓનો ચહેરો સૌથી આકર્ષક ભાગ છે. તેઓ મહિલાઓના ચહેરાને જોઈને સૌથી વધુ આકર્ષિત થાય છે. તેના સિવાય 18% લોકો મહિલાઓની કમર અને બટ્સ તરફ આકર્ષાય છે. આ ઉપરાંત 11% મુજબ વાળ ​​અને 9% મુજબ પગ સૌથી આકર્ષક અંગો છે.

આ અભ્યાસમાં માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને આશ્ચર્યજનક વાત એ છે કે પુરુષોના દેખાવથી મહિલાઓને કોઈ ફરક પડતો નથી. આ સર્વેમાં હાજર 24% મહિલાઓએ કહ્યું કે તેઓ પુરુષોની છાતી તરફ વધુ આકર્ષાય છે.  તેના સિવાય 22% સ્ત્રીઓ કહે છે કે પુરુષોના વાળ તેમને સૌથી વધુ આકર્ષે છે.

નોંધનીય બાબત છે કે જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધે છે તેમ તેમ પુરુષોના વાળ સ્ત્રીઓને વધુ આકર્ષે છે કારણ કે વધતી જતી ઉંમરમાં એવા પુરૂષોને શોધવા મુશ્કેલ બની જતું હોય છે. ત્રીજું આવે છે પુરુષોના હાથ જે 19% સ્ત્રીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે પછી પુરુષોના બટ્સ અને કમર જે 13% સ્ત્રીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. આ સર્વેમાં પુરુષોના પેટ અને આંખો વિશે પણ વાત કરવામાં આવી હતી પરંતુ માત્ર 2% મહિલાઓએ કહ્યું કે તેમને પુરુષોના ચહેરા પસંદ આવે છે.

એટલે કે સ્ત્રીઓને પુરુષોના તે ભાગ સાથે કોઈ લેવાદેવા નથી કે જેને પુરુષો સ્ત્રીઓમાં સૌથી વધુ આકર્ષક માને છે. આશ્ચર્યજનક વાત એ છે કે મહિલાઓની આવક પર પણ તેમની પસંદગીને અસર થઈ. જે મહિલાઓ વધુ કમાય છે તેમને છાતી વધુ ગમે છે અને જેમનો પગાર ઓછો છે તેમને હાથમાં વધુ રસ હોય છે.

આ સંશોધનમાં જે વાત ખુલીને સામે આવી છે તે એ હતી કે મહિલાઓના ચહેરા અને વાળની ​​સુંદરતા પુરુષોને વધુ આકર્ષે છે અને વાળની ​​સુંદરતા મહિલાઓને પણ આકર્ષે છે.  જે રીતે મહિલાઓ તેમની સ્કિન કેર રૂટીન અને હેર કેર રૂટીનમાં ધ્યાન આપે છે તે ક્યાંકને ક્યાંક પુરુષો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

એ વાત સાચી છે કે આકર્ષણના નિયમો કંઈક આ રીતે જોવામાં આવે છે પરંતુ દરેક વ્યક્તિએ પોતાના માટે સખત મહેનત કરવી જોઈએ. જો તમને લાગતું હોય કે મોઢાનું ધ્યાન રાખવું જરૂરી છે તો જ રાખો પરંતુ એટલા માટે નહીં કે તમે કોઈને આકર્ષી શકો પરંતુ એટલા માટે કે તમે તેના દ્વારા ખુશી મેળવી શકો.

જેટલા સાચા આકર્ષણના નિયમો છે તેટલા જ સાચી વાત એ  પણ છે કે પોતાની જાતને અરીસામાં સુંદર રીતે સુશોભિત જોઈને આપણામાં એક આત્મવિશ્વાસ આવે છે અને તેને નકારી શકાય તેમ નથી.

disabled