મહિલાના સ્તનની સાઈઝ અચાનક જ બહુ વધી ગઈ, ડોક્ટરે કહ્યું-'આ તો શરીરની ચરબી...' પણ પછી જે થયું.... - Chel Chabilo Gujrati

મહિલાના સ્તનની સાઈઝ અચાનક જ બહુ વધી ગઈ, ડોક્ટરે કહ્યું-‘આ તો શરીરની ચરબી…’ પણ પછી જે થયું….

તમે પણ એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં ડોક્ટરોની ભૂલને લીધે દર્દીઓને ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. આવી જ એક ઘટના ક્યૂબામાં બની છે જ્યાં એક ડોક્ટરે દર્દીને એવું કહ્યું કે તેને કોઈ ગંભીર બીમારી નથી પરંતુ ત્યારબાદ મહિલાને એડવાન્સ કેન્સરની જાણ થતા તે હેરાન રહી ગઈ હતી.

એક અંગ્રેજી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં એડલિની મેરી ડી ઓલિવેરાએ કહ્યું કે તેને 2019 મા પોતાના સ્તનમાં ખુબ દુ:ખાવો થતો હતો માટે તે એક ડોક્ટરને મળી. મહિલાએ ત્યારબાદ અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન પણ કરાવ્યું પરંતુ ડોક્ટરે કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી. તેનું વજન વધી ગયું છે માટે એવું થાય છે તેને માત્ર થોડું વજન ઓછું કરવાની જરૂર છે. તેના સ્તન પર વધારાની ચરબી જમા થઇ છે જેને લીધે તેને દુખાવો થાય છે.

જો કે અમુક સમય પચું વધારે દુખાવો થતા તે બીજા ડોક્ટર સાથે મુલાકાત કરી. ફરીથી ડોક્ટરોએ એવું કહ્યું કે તેના શરીર પર ચરબી વધી ગઈ છે. આ બધુ સાંભળ્યા બાદ મહિલાએ તે ચરબીનો થર લાગતી તે ગાંઠ બહાર કાઢવા માટે સર્જરીની માગણી કરી પરંતુ ડોક્ટરોએ તેને વિચાર બદલવાનું કહ્યું.મહિલાએ કહ્યું કે તેનના સ્તન ધીમે ધીમે ખુબ વધવા લાગ્યા છે અને ખુબ દુખાવો થાય છે અને જમણો હાથ હલન ચલન કરે તો પણ દુખાવો થાય છે.

ત્રણ મહિના સુધી દુખાવો સહન  કર્યા પછી મહિલાએ ફરીથી સ્પેશિયાલિસ્ટને દેખાડ્યું, જેના પછી તેને એડવાન્સ  સ્ટેજના બ્રેસ્ટ કેન્સર અંગે જાણ થઈ.આ વાત જાણીને મહિલા ખુબ હેરાન રહી ગઈ અને દુઃખી થઇ ગઈ.કેન્સરની જાણ થતા ડોકટરો તેની સર્જરી કરાવી અને બંને સ્તન કાઢી નાખવામાં આવ્યા હતા અને કિમોથેરાપી અને રેડિએશનની સારવાર પણ આપવામાં આવી હતી. મહિલાએ કહ્યું કે તે અને તેન બાળકો ખુબ રડ્યા છે અને તે બાળકો માટે મજબૂત રહેવાની કોશિશ કરે છે. મહિલા ડોક્ટરોની ભૂલ અને બેદરકારી વિરુદ્ધ લડત લડી યોગ્ય વળતરની માંગણી કરી રહી છે અને તે ઈચ્છે છે કે ઘર ચલાવવા અને બાળકોની સંભાળ માટે તેને ડોનેશન મળે.

Uma Thakor

disabled