સાપ્તાહિક રાશિફળ: 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો - Chel Chabilo Gujrati

સાપ્તાહિક રાશિફળ: 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

આ અઠવાડિયામાં 4 રાશિના નસીબને ખુલતા કોઈ નહિ રોકી શકે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર  આપણી રાશિ ઉપર ઘણો આધાર રહેલો છે. એ મુજબ દૈનિક રાશિફળ, સાપ્તાહિક રાશિફળ, માસિક રાશિફળ અને વાર્ષિક રાશિફળને જ્યોતિષો વહેંચે છે.  તો આ સપ્તાહનું તમારું રાશિફળ કેવું છે ચાલો જોઈએ.

1. મેષ રાશિ:
આ અઠવાડીયુ તમારા કામને લઈને સામાન્ય રહેશે. જેના કારણે તમારી બઢતી થવાની પણ સંભાવના છે.; પરંતુ તેના પરિણામ સ્વરૂપે તમે પોતાના પરિવારને સમય નહીં આપી શકો. તેનાથી પારિવારિક જીવન પ્રભવિત થશે. આ સમય દરમિયાન તમે કેટલીક માનસિક તાણ અનુભવશો. આ અઠવાડીએ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું, સ્વાસ્થ્યને લઈને ખર્ચ વધી શકે છે.

2. વૃષભ રાશિ:
આ આઠવડીએ તમારે ઘણી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ કામનું ભારણ રહેશે. પારિવારિક જીવનમાં પિતા સાથે મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે ઘરનું વાતાવરણ અશાંત બનશે. પરંતુ આ બધા દરમિયાન પરણિત લોકોને તેમના જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.  પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિય પાત્ર સાથે સારો સમય પસાર કરી શકશે.

3. મિથુન રાશિ:
આ રાશિના જાતકોના આર્થિક ઈવનમાં આ અઠવાડીએ ઘણા બદલાવ આવી શકે છે. જેનાથી આર્થિક તંગી થવાનો યોગ છે. તેના માટે તમારે ધન સાચવવાના ઘણા પ્રયત્નો કરવા પડશે. સ્વાસ્થ્ય સંબંધી પણ કેટલીક સમસ્યાઓ આ સપ્તાહમાં થઇ શકે છે. સાવધાન રહેવું. પરિવારમાં પણ શાંતિ બનેલી રહેશે. સપ્તાહના અંતમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે.

4. કર્ક રાશિ:
આ સપ્તાહ તમારા માટે સામાન્યથી વધારે સારું રહેવાનું છે. કારણ કે આ અઠવાડીએ તમને ઈચ્છા અનુસાર ફળપ્રાપ્તિ થશે. જે જાતકો પોતાની ઓકરી બદલવા ઈચ્છા રાખી રહ્યા છે તેમને પણ કોઈ સારો અવસર મળી શકે છે. જો કે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા વધશે. ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે. પરિવારમાં સંબંધો પણ આ અઠવાડીએ વધુ મજબૂત બનશે.

5. સિંહ રાશિ:
સિંહ રાશિ માટે આ સપ્તાહ મિશ્ર ફળ લઈને આવશે. જ્યાં શરૂઆતમાં તમને ભાગ્યનો સાથ મળશે તો સપ્તાહના અતનમાં તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. જેનાથી માનસિક તાણ વધશે.  આ સપ્તાહમાં તમારા શત્રુઓ શક્રિય થશે. પરંતુ તમે તેમને યોગ્ય જવાબ આપવામાં સક્ષમ રહેશો. દામ્પત્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

6. કન્યા રાશિ:
આ સપ્તાહ તમારા માટે ઉત્તમ રહેવાનું છે. કારણ કે આ સમયે તમને બઢતી મળી શકે છે. આર્થિક જીવનમાં સારી વૃદ્ધિ થશે.  તમને અચાનક જ કોઈ લોટરી કે શેર બજારમાંથી આકસ્મિક લાભ પણ થઇ શકે છે. સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધોમાં કેટલાક મતભેદ થઇ શકે છે. સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિનો હસ્તક્ષેપ ના થવા દેવો.

7. તુલા રાશિ:
આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે. કારણ કે આ સમય દરમિયાન તમને કોઈ જમીન મિલ્કત સાથે જોડાયેલા નફાને લઈને મદદ મળશે.  માતાની ખરાબ તબિયતમાં સુધારો આવી શકે છે. કામકાજમાં પણ તમારી સલાહ માનવામાં આવશે અને તેનાથી તમને વૃદ્ધિ મળશે. પ્રેમ સંબંધોમાં આ આઠવડીએ તમારો અહમ ટકરાઈ શકે છે. માટે કાળજી રાખવી.

8.  વૃશ્ચિક રાશિ:
આ અઠવાડીએ તમને બઢતી મળી શકે છે સાથે તમારી માતાની તબિયતનું પણ આ અઠવાડીએ ખાસ ધ્યાન રાખજો. તમારા બાળપણ સાથે જોડાયેલી કેટલીક જૂની યાદો  તમને હેરાન કરી શકે છે. તેનાથી તમારી ચિંતા અને ક્રોધમાં વધારો થશે. સ્વાસ્થ્યને લઈને પણ આ અઠવાડીએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં પણ પ્રેમિકાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.

9. ધન રાશિ;
આ સપ્તાહ તમારા માટે ખુબ જ સારું રહેવાનું છે. આ સમય દરમિયાન તમને જમીન ખરીદવા કે વેચવા ઉપર સારો નફો મળી શકે છે. જેના કારણે તમારું કોઈ જૂનું દેવું તમે ચૂકવી શકશો. આ સપ્તાહમાં નવા મિત્રો સાથે પણ મુલાકાત થવાનો યોગ છે. દાંપત્ય જીવન પણ આ સપ્તાહમાં ખુબ જ સારું રહેવાનું છે.  પ્રેમ સંબંધો માટે પણ આ સપ્તાહ યોગ્ય છે.

10.  મકર રાશિ:
આ અઠવાડીયુ તમારા ધનની વૃદ્ધિ કરનારું સપ્તાહ છે. તમારા સાહસ અને પરાક્રમોમાં અચાનક વૃદ્ધિ થશે. નવા મિત્રોથી લાભ મળશે.  કાર્ય ક્ષેત્રમાં પણ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગ છે. આ સમયમાં કરવામાં આવેલી યાત્રા પણ લાભદાયી નિવળશે.  નવો વ્યાપાર શરૂ કરનારા લોકોને પણ નજીકના લોકોથી મદદ મળશે. પ્રેમ સંબંધો માટે સમય થોડો હેરાન કરી શકે છે.

11. કુંભ રાશિ:
આ રાશિ માટે આ સપ્તાહ થોડું પ્રતિકૂળ રહેશે. આ અઠવાડિયામાં તમે પોતાના કાર્યો કરવામાં અસફળ રહેશો. સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. જેના કારણે આર્થિક તંગી ઉત્પન્ન થશે. સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. જેની અસર તમારા કાર્યક્ષેત્ર ઉપર પણ થશે. જો કે અંગત જીવનમાં આ સમયે પ્રેમનું આગમન થશે. આ સમયે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

12. મીન રાશિ:
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે. તમારા કામ પૂર્ણ કરવામાં તમારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે. પોતાની માનસિક તાણ દૂર કરવા માટે કોઈ સારા સ્થળે ફરવા જવાનું આયોજન કરી શકો છો. આ અઠવાડીયુ તમારા માટે થોડું કષ્ટદાયક રહેશે. વૈવાહિક જીવનમાં તોડી સમસ્યા આવી શકે છે તો પ્રેમ જીવનમાં સારા ફળ મળવાના સંકેત છે.

Uma Thakor

disabled