જેના ઘરમાં થાય છે આ કામ, માં લક્ષ્મી ભરી દે છે તેની તિજોરીમાં પૈસા

ધાર્મિક શાસ્ત્રોના આધારે રોજિંદા જીવનમાં અમુક એવા કાર્યો છે જેને કરવાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે. જો કે માં લક્ષ્મીને ખુશ કરવાના ઘણા ઉપાયો છે પણ આ સરળ ઉપાયોથી તેમ માતાને પ્રસન્ન કરી શકશો. આ ઉપાયથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બનશે અને તમારી તિજોરી પૈસાથી છલોછલ ભરી દેશે.

1. મહેમાનોને સત્કાર અને ભિક્ષુકને દાન:
જે ઘરમાં આવનારા મહેમાનોને આદર અને સત્કાર મળે છે તેઓના પર માં લક્ષ્મીનો હંમેશા આશીર્વાદ બનેલો રહે છે. આ સિવાય ભિક્ષુક કે અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી પણ પુણ્ય મળે છે અને માં લક્ષ્મી તમારા પર ખુશ થશે.

2. સંસ્કારી વહુ:
જે ઘરમાં એક સારી વહુ આવે છે તે  હંમેશા વડીલોનો આદર કરે છે અને પુરા પરિવારને એક કરીને રાખે છે. આવી સંસ્કારી વહુ જેના પણ ઘરમાં આવે છે તેવા ઘરમાં માં લક્ષ્મી પણ વાસ કરવા માટે આવે છે.

3. પ્રાણીઓને ચારો ખવડાવવો:
શાસ્ત્રોના આધારે પ્રાણીઓને ભોજન કરાવવાથી કે ચારો ખવડાવવાથી માં લક્ષ્મી તેના પર ખુબ પ્રસન્ન થાય કે. તમે ગાય- ભેંસ, બિલાડી, કુતરા જેવા ગમે તે પ્રાણીઓને ભોજન કરાવી શકો છો. આવા કામથી માં લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં ધન ધાન્યની પુર્તિ કરી દે છે.

4. વાસ્તુદોષ અને પિતૃદોષથી મુક્ત:
માં લક્ષ્મી તેવા જ ઘરમાં આગમન કરે છે જેવા ઘરમાં વાસ્તુદોષ કે પછી પિતૃદોષ ન હોય. જો તમારું ઘર વાસ્તુ પ્રમાણે ન હોય તો તમે અમુક વિધિ કે યજ્ઞ કરાવીને વાસ્તુદોષને દૂર કરી શકો છો જેથી માં લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરી શકે.

disabled