માતા ખોડિયારને આ મંદિરમાં સાક્ષાત કરવામાં આવ્યા છે બિરાજમાન, દર્શન કરવાથી ભક્તની મનોકામના થાય છે પૂર્ણ - Chel Chabilo Gujrati

માતા ખોડિયારને આ મંદિરમાં સાક્ષાત કરવામાં આવ્યા છે બિરાજમાન, દર્શન કરવાથી ભક્તની મનોકામના થાય છે પૂર્ણ

આપણા દેશમાં ઘણા દેવી દેવતાઓના પ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે. ભક્તો ઘણા દૂર દૂર સુધી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને તેમની મનોકામના ભગવાનને જણાવતા હોય છે. ગુજરાતમાં પણ અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે અને તેમાંથી જ એક ખોડિયાર માતાનું મંદિર છે જે મંદિર વિશે આજે આપણે વાત કરવાના છીએ. ખોડિયાર માતા દરેક ભક્તોના દરેક દુઃખો દૂર કરતા હોય છે. આ ખોડિયાર માતાજીનું મંદિર સુરેન્દ્રનગર હાઇવેના ધ્રાગંધ્રામાં આવેલું છે, આ મંદિરમાં આઈ શ્રી ભાયડધરાની માં ખોડિયારને સ્થાપિત કરવામાં આવ્યા છે, આ મંદિરમાં શ્રી ભાયડધરાની માં ખોડિયારના દર્શન માત્રથી જ ભક્તોના જીવનમાં આવતા દરેક દુઃખો દૂર થાય છે.

આ મંદિરનો ઇતિહાસ જોઇએ તો જે હાલનું વજપુર ગામ છે તે ભાયડધરાના કાંઠે વસેલું હતું, થોડા સમય બાદ આ ગામ કોઈ કારણસર ભાયડધરાથી આગળ ત્રણ કિલોમીટર અંદર જતુ રહ્યું હતું. તો પણ તે જગ્યા પર જ ખોડિયાર માતાજીનું મંદિર તો બિરાજમાન રહ્યું હતું. આ મંદિરમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય છે.

આ મંદિરમાં આવતા દરેક ભક્તોને એક અનેરો અહેસાસ થતો, તેથી આ ખોડિયાર માતાજીના મંદિરને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે, આ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં એક વિશાળ અને ભવ્ય ડેમ આવેલો છે. તેથી મંદિરમાં દર્શને આવત્ર દરેક ભક્તો ડેમની પણ મુલાકાત લેતા હોય છે. આ મંદિરની આજુબાજુ સૌંદર્ય વાતાવરણ પણ ઘણું સુંદર છે. તેથી મંદિરમાં આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરીને એક અનોખો અહેસાસ કરતા હોય છે.

Live 247 Media

disabled