તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂક કરશે આ ઉપાય, બદલાઇ જશે તમારુ ભાગ્ય

બદલાઈ જશે તમારી કિસ્મત, જીવનમાં આવતી બધી મુસીબતો સેકન્ડમાં દૂર થઇ જશે

આજના સમયમાં આરામદાયક અને સારુ જીવન જીવવુ એ કોને પસંદ ન હોય. દરેક વ્યકિત સુખ અને શાંતિવાળુ જીવન જીવવાનું પસંદ કરે છે. દરેક વ્યકિત દુખના સમયે પોતાના મનમાં ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. વ્યકિત એવી ઈચ્છા રાખતો હોય છે કે પોતાના જીવનમાં કોઇ દુખ ન આવે અને તે સારૂ જીવન જીવે.

ભગવાન આ પ્રાર્થના ત્યારે જ પૂર્ણ કરે છે જયારે તેમને પ્રસન્ન કરવા તે સક્ષમ હોય. જો તમારા જીવનમાં તમે મુશ્કેલીઓનો સામનો કરો છો અને જીવનમાં આવતા દુખોનો અંત લાવવા માંગો છો તો શનિદેવનો એક વિશેષ ઉપાય કરો.

શનિદેવને બધા દેવી-દેવતાઓમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર શનિદેવનો દિવસ શનિવારે હોય છે. આ દિવસે તમે એક ઉપાય કરો જેનાથી તમારા જીવનમાં પરિવર્તન જોવા મળશે.

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ શુભ-અશુભ કર્મોનું બરાબર ફળ આપે છે. જો તમારા જીવનમાં કોઇ સમસ્યાઓ આવી રહી છે, મુશ્કેલીઓ આવી રહી છે તો શનિદેવને પ્રસન્ન કરો તમને તેનું ફળ જરૂરથી તમારા જીવનમાં જોવા મળશે.

શનિવારે સવારે વહેલા ઉઠ્યા બાદ સ્નાન કરી પીપળાના 3 પત્તા તોડવા અને એ વાતનું ધ્યાન રાખવું કે,આ પીપળાના પાંદડા ખંડિત ન હોવા જોઈએ અને એકદમ તાજા હોવા જોઈએ સુકાયેલા ન હોવા જોઇએ. હવે આ ત્રણ પાંદડા શનિદેવની સામે મૂકો. દરેક પાન પર તેલનો દીવો પ્રગટાવો.આ રીતે પાંદડા ઉપર કુલ ત્રણ દીવા મુકવામાં આવશે. પહેલા દીવામાં કાળા તલનાં કેટલાક દાણા મૂકો. બીજા દીવામાં 1 રૂપિયાનો સિક્કો મૂકો.અને ત્રીજા દીવામાં ચોખાના કેટલાક દાણા મૂકો.હવે ત્રણેય દીવાઓને પીપળના પાન સાથે એક થાળીમાં રાખો.હવે આ દીવાઓ વળે તમારે શનિદેવની આરતી કરવી.

આરતી પૂર્ણ થયા પછી તમે શનિદેવની સામે માથું નમાવી દો અને તેને તમારી ઇચ્છા અથવા કોઈ સમસ્યા જણાવો.આ પછી આ ત્રણ દીવાઓને જાતે જ બુઝાવા દો અને દીવાઓમાં મૂકેલી સામગ્રીનો ઉપયોગ અન્ય દાનની સાથે શનિ મંદિરમાં અર્પણ કરો.

જો તમારુ ભાગ્ય તમારો સાથ આપી રહ્યુ નથી અને લાંબા સમયથી કોઇ નોકરી મળી રહી નથી તો શનિદેવને પ્રસન્ન કરવા માટે અમાસના દિવસે સૂર્યાસ્ત દરમિયાન પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો લોટ વાળો દીવો કરવો. દીવો કર્યા બાદ શનિમંત્રનો જાપ એક હજાર વાર ચંદનની માળા કે કરમાળાથી કરવો. ( જાપ- ॐ शं शनैश्चराय नमः )

એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા પ્રદોષ કાળ કે રાતમાં જ કરવામાં આવે છે. જો આ દિવસે કોઇ વ્રત રાખે છે તો તેને ઘણો લાભ થાય છે.

disabled