સુરતના યુવકને આ શોખ ભારે પડ્યો, ઇન્ટરનેટ પર એવું જોયું કે જોતા જ ઉડ્યા હોંશ - Chel Chabilo Gujrati

સુરતના યુવકને આ શોખ ભારે પડ્યો, ઇન્ટરનેટ પર એવું જોયું કે જોતા જ ઉડ્યા હોંશ

ઘરમાં ટીવી રાખતા હોય તો જદલી વાંચો આ કિસ્સો, ટીવી પર પોતાની બાયડી રંગરેલિયા…

એ વાત જગજાહેર છે કે ટેક્નોલોજીના જેટલા ફાયદા છે, એટલા જ નુકશાન પણ છે. ત્યારે ટેક્નોલોજીથી થતા નુકશાનનું એક ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે. જે જાણીને કદાચ તમે પણ ટેક્નોલોજીથી દૂર રહેવાનું શરુ કરી દેશો. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે અંગત પળો માણતો પોતાનો જ વિડીયો સાઈટ પર જોયો.

તેને પોતાનો વિડીયો પોતાની પત્નીને પણ બતાવ્યો. આ જોઈને બંને જણા ડઘાઈ જ ગયા હતા. આ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર છે. અને તેની એક 5 વર્ષની દીકરી પણ છે. આ યુવકને સાઈટ જોવાની આદત હતી. એક દિવસ તેને પોતાનો પોતાની પત્ની સાથેનો પોતાના જ ઘરના બેડરૂમમાં માણેલી અંગત પળોનો વિડીયો જોયો.

આ જોઈને તે ચોંકી ગયો કે આખરે પોતાના જ ઘરમાં માણેલી અંગત પળો એક સાઈટ સુધી પહોંચી કઈ રીતે? આ વીડિયોની ફૂટેજ ક્લિયર હોવાથી જાણવા મળ્યું કે આ વિડીયો ચોરીછૂપીથી બનાવવામાં આવ્યો નથી. કેમેરો શોધવા માટે આ યુવકે આખો બેડરૂમ ઉપરનીચે કરી નાખ્યો પણ કોઈ સ્પાય કેમેરા ન મળ્યો. જેથી આ વાતના મૂળ સુધી પહોંચવા માટે આ યુવકે સાઇબર એક્સપર્ટની મદદ લીધી હતી.સાઇબર એક્સપર્ટે આ યુવકના રૂમની તપાસ કરી,

પરંતુ કોઈ જ વસ્તુ હાથ ન લાગી. એ પછી તેમની નજર બેડરૂમમાં પડેલા સ્માર્ટ ટીવી પર પડી, અને વીડિયોની પોઝિશન અનુસાર, કેમેરા સ્માર્ટ ટીવીની આસપાસન આજ હોવા જોઈએ એવું ધ્યાને આવ્યું. આ પછી ઊંડાણમાં તપાસ કરતા આ દંપતીના વિડીયો માટે સ્માર્ટ ટીવી જવાબદાર હોવાનો ખુલાસો થયો.

સાયબર એક્સપર્ટે ખુલાસો કર્યો કે આ વિડીયો સ્માર્ટ ટીવીને હેક કરીને ટીવીના માધ્યમથી લેવામાં આવ્યો હતો. જે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ મોબાઈલ-કોમ્પ્યુટર હેક થાય એ જ રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટ ટીવી પણ હેક થઇ શકે. સ્માર્ટ ટીવીમાં ઇનબિલ્ટ વેબકેમેરો, માઈક્રોફોન હોય છે. જેથી કોઈ હેકરે આ ટીવી હેક કરીને આ વિડીયો બનાવ્યો અને આ દંપતીએ આ વસ્તુ ભોગવવાનો વારો આવ્યો.

જો કે સાયબર એક્સપર્ટની મદદથી આ વીડિયોને સાઈટ પરથી હટાવી દેવામાં આવ્યો છે, પણ જે બની ગયું એને બદલી ન શકાય એટલે જાણીએ કે આવી ઘટનાથી કઈ રીતે બચી શકાય. સ્માર્ટ ટીવીને હેક થવાથી કઈ રીતે બચાવી શકાય – જો તમારા સ્માર્ટ ટીવીમાં ઇનબિલ્ટ કેમેરા હોય તો તેને સેટિંગ્સમાં જઈને ડિસેબલ કરી દો, અથવા આ કેમેરા પર કાળી ટેપ લગાવી દો. (જો બની શકે તો આ જ રીતે ટેપ તમારા લેપટોપના કેમેરા પર પણ લગાવી દો.) સાથે જ માઇક્રોફોનનો ઓલવેઝ ઓપશન પણ બંધ કરો.

સ્માર્ટ ટીવીને ક્યારેય પણ કોઈ ઓપન વાઇફાઇ સાથે કનેક્ટ ન કરો. હંમેશા સિક્યોર કનેક્શન જ વાપરો. આ સિવાય કંપની દ્વારા આપવામાં આવતી અપડેટ પણ સમયસમય પર કરતા રહો. સ્માર્ટ ટીવીમાં તમને ખબર ન હોય અને તમને જરૂર ન હોય એવી એપ્સ પણ ઇન્સ્ટોલ ન કરો. સ્માર્ટ ટીવીના સિસ્ટમ સેટિંગ્સમાં એકસેસિબિલિટીમાં જઈને સ્માર્ટ સિક્યોરિટી ઓપશન ઓન કરી લો. ક્યારેય પણ થર્ડ પાર્ટી રિમોટ એપ્લિકેશન ન વાપરો અને ટીવી સાથે આપેલું રિમોટ જ વાપરો.

Live 247 Media

disabled