સુરતમાં પતિ સાથે સમાધાન કરાવવાના ઇરાદે જીજાજી સાળી સાથે કરતા હતા આવું ગંદુ કામ, વાત સામે ત્યારે આવી જ્યારે…

સુરતમાં પતિ સાથે સમાધાન કરાવવાના નામે જીજાજી પંપાળી પંપાળીને સાળીના પડખા ગરમ કરતા રહ્યાં! છેલ્લે આવું થયું

દેશમાં રોજ બરોજ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ જણાતા આવ્યા છે. જેમાં ઘણી મહિલાઓ અવાજ ઉઠાવે છે તો ઘણી મહિલાઓ મજબૂરી નીચે દબાઈ જાય છે અને ચુપચાપ બધું સહન કરતી રહે છે.

એવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યા એક જીજાજીએ સાળી અને તેના પતિનું સમાધાન કરવાના બહાને શારીરિક શોષણ કર્યું હતું. મળેલી જાણકારીના આધારે વરાછા અબ્રામા રોડ પર રહેતી 29 વર્ષીય પરિણીતાને પતિ સાથે અણબનાવ બન્યો હોવાના કારણે બંન્ને એકબીજાથી અલગ રહેતા હતા. એક વર્ષ પહેલાં આ દંપતી વચ્ચે સમાધાન કરાવી આપીશ તેમ કહીને આ યુવતીની ફોઈની પુત્રીનો પતિ અને મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે એપલ લક્ઝુરિયસમાં રહેતો અરૂણ ભરત કાકડિયા વચ્ચે પડ્યો હતો.

સમાધાનના નામે આ શેરદલાલ આ યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને ત્યાં બળજબરીથી સંબંધ બનાવતો. પતિ સાથે સમાધાનના નામે યૌન શોષણનો ભોગ બનેલી આ યુવીતીની બીજી રીતે પતિ સાથે સમાધાન થઈ જતાં જીજાજીની હરકતનો ખ્યાલ આવ્યો હતો.

જેના પછી શેરદલાલમાં  વિરુદ્ધ મહિલા પતિ સાથે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આ શેરદલાલ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો અને શેરદલાલ ફરાર થઈ ગયો હતો. જેના પછી પોલીસ શેરદલાલની તપાસ કરી રહ્યા છે.

disabled