આ દેશમાં લગ્ન પછી છોકરીઓને સાસરે નથી મોકલવામાં આવતી, રોજ રાતે પતિને મળવા આવવું પડે છે તેના ઘરે

કહેવાય છે કે લગ્ન પછી છોકરીઓનું સાચું ઘર તેનું સાસરું જ હોય છે. લગ્ન પછી છોકરીનું જીવન પુરી રીતે બદલાઈ જતું હોય છે અને અનેક જવાબદારીઓ નિભાવવી પડે છે.  લગ્ન પછી છોકરીએ સાસરે ઠરીઠામ થવાનું હોય છે અને આજેય ઘણાં પરિવારોમાં છોકરીનું નામ બદલી નાંખવામાં આવે છે. જો કે આવી પરંપરા બધે જ હોય એ જરૂરી નથી. આવી જ એક જનજાતિ છે ચીનના મૂસો ટ્રાઈબ. આ ટ્રાઈબમાં છોકરીઓ પરણીને સાસરે  જતી જ નથી.

છોકરીના મા-બાપ પર હોય છે બાળકોની જવાબદારી
આ સંપ્રદાયમાં બાળકોનું પાલનપોષણ તેમના પિતા નહીં પરંતુ છોકરીના ઘરવાળા કરે છે. આમનામાં લગ્નમાં કોઈ બંધન નથી હોતું ઉલટાનું એ લોકો ગમે ત્યારે પોતાના લગ્ન તોડી શકે છે. એટલે કે પતિ-પત્ની જ્યારે ઇચ્છે ત્યારે એકબીજાથી અલગ થઈ શકે છે. તિબેટિયન સ્ટડીઝના એક્સપર્ટ રેની શી જિઆને કહ્યું કે યાલોંગ નદી પર ઐતિહાસિક ડોંગનવ દેશ વસેલો હતો. આ દેશમાં માતૃસત્તાત્મક વ્યવસ્થા હોવાના પૂરાવા મળ્યાં છે. તેમજ આજે પણ અહીં આ વ્યવસ્થા ચાલી આવી છે.

પતિ રાતે આવે છે મળવા
આ લોકોની પરંપરા એવી છે કે યુવક હોય કે યુવતી બંને પોતાના માતા-પિતા સાથે જ રહેવાનું હોય છે. તેથી જ લગ્ન પછી યુવકો રોજ રાતે પોતાની પત્નીને મળવા સાસરે આવે છે અને સવારે પાછા પોતાના માતા-પિતા પાસે જતો રહે છે. આ સંબંધ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી બંને ચલાવવા માગે. આ સંબંધમાં કોઈ આર્થિક સંબંધ હોતો નથી. આ જનજાતિ ચીનમાં લુગુ લેક, શીનશુઈ નદી અને યાલોંગ નદીને કિનારે રહે છે.

 

After post

disabled