કમાલની કલા છે આ ડીજેવાળા બાબુના તરબૂચ અને કીવીથી બનેલા શાનદાર મ્યુઝિકમાં, જુઓ વિડીયો
આપણી આજુબાજુમાં ઘણી એવી વસ્તુ છે જેનાથી આપણને આનંદ મળતો હોય છે. તો ઘણા લોકો સંગીતની પાછળ એવા મશગુલ હોય છે કે, તે ગમે તે સંગીતનો આનંદ લઇ લે છે. તો બીજી તરફ ઘણી વાર આપણે જોતા હોય છે કે, ઘણા લોકો તો એવી એવી જગ્યાએ મગજ દોડાવતા હોય છે કે, આપણે તો ક્યારે સપનામાં પણ ના વિચાર્યું હોય. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માણસે ફ્રૂટ્સમાંથી મ્યુઝિકનો આનંદ લે છે.એક યુવકે અલગ-અલગ પ્રકારના મ્યુઝિકનો આનંદ લેવા માટે તરબૂચ અને કીવીનો ઉપયોગ કર્યો હતો. તરબુચ અને કીવીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પણ બનાવ્યું હતું. જે સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સએ કહી દીધું હતું એકદમ સુપર. એક વાર તમે સાંભળો તો તમે પણ કહેશો કે ડીજેનો સારો માહોલ માટે ફક્ત તરબૂચ અને કીવીની જ જરૂરત છે.
Bro – he’s playing melons…pic.twitter.com/Q8v93qRG46
— Rex Chapman🏇🏼 (@RexChapman) September 3, 2020
આ વીડિયોને @RexChapman ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્સનમાં લખ્યું છે કે, આ તરબૂચ વગાડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિએ તરબૂચ અને કીવીના લાંબા ટુકડાને અડધા ભાગમાં વહેંચીને ટેબલ પર રાખ્યા છે. આટલું જ નહીં તેના તે બધા તાર તે બોર્ડ સાથે જોડાયેલા છે. એક શખ્સ મ્યુઝિક વગાડી રહ્યો છે. એક સમયે તો એવું લાગી રહ્યું છે કે, કોઈ પિયાનો વગાડી રહ્યું હોય. પરંતુ આ શખ્સે આ મ્યુઝ્ક સાચે જ બહુ જ સરસ બનાવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 39 લાખથી વધુ લોકોએ જોયો છે.