જે મહિલાના શરીર ઉપર બનેલા હોય છે આ ચિન્હો, તે હોય છે ખુબ જ ભાગ્યશાળી
આપણી સંકૃતિમાં સ્ત્રીઓને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે જોઈએ તો સ્ત્રીઓમાં એવા ખાસ પ્રકારની નિશાનીઓ હોય છે જેના દ્વારા ખબર પડી શકે છે કે આ સ્ત્રી ભાગ્યશાળી છે. આવી સ્ત્રીઓ ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દે છે. ચાલો જોઈએ એવી નિશાની વાળી સ્ત્રીઓ વિશે વિગતવાર.
જે મહિલાની નાભિની એકદમ નીચે અથવા તો આસપાસ તલનું નિશાન હોય તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. તે પોતાના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લઇ આવે છે.
જે મહિલાના જમણા પગનો અંગુઠો મોટો, ગોળ અને લાલ રંગનો હોય છે તે મહિલા પણ પોતાના પરિવાર માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.
જે મહિલાના નાક ઉપર તલ હોય છે તેના ઉપર પણ કિસ્તમ ખુબ જ મહેરબાન રહે છે. આવી મહિલાઓ પોતાના પરિવારને પણ ખુબ જ ખુશ રાખે છે.
જે મહિલાઓની આંખો મોટી હોય છે તેના જીવનમાં હંમેશા પ્રેમ બનેલો રહે છે. આ સાથે જ જે મહિલાઓની આંખોનો સફેદ ભાગ અંતમાં લાલ રંગનો હોય છે તે પણ પોતાના પરિવાર માટે સૌભાગ્ય લઈને આવે છે.
જે મહિલાના માથાની વચ્ચોવચ તલ હોય છે તે મહિલાના લગ્ન ખુબ જ ધનવાન અને સુખી સંપન્ન પરિવારની અંદર થાય છે.
જે મહિલાઓના નખ ગુલાબી રંગના અને ચમકીલા હોય છે તે મહિલા ઓ પણ એકદમ ઉચ્ચ ચારિત્ર્ય વાળી હોય છે.
જે મહિલાના પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી રહેતી હોય છે તે મહિલાઓ પણ ખુબ જ ધનવાન અને કોમળ સ્વભાવની હોય છે.
જે મહિલાઓના દાંત સામાન્ય રીતે લાંબા હોય છે તેમને પોતાના જીવનમાં ક્યારેય પૈસાની ખોટનો સામનો નથી કરવો પડતો.