બિલ્ડીંગની આટલી ઊંચાઈ પર ફસાઈ ગઈ બિલાડી ત્યારે લોકોએ કર્યું એવું રેસ્ક્યૂ ઓપરેશન કે જોતા જ વધી જશે તમારા દિલની ધડકન, જુઓ વીડિયો
પ્રાણીઓ માટે ઘણા લોકોના મનમાં એક સોફ્ટ કોર્નર હોય છે. કેટલાક લોકો પ્રાણીઓને હેરાન પણ કરતા હોય છે તો ઘણા બધા લોકો તેમનો જીવ બચાવવા માટે લાખ કોશિશ પણ કરતા હોય છે. ઈન્ટરનેટ પર એક રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
બિલાડીને જોઈને જ્યાં એક બાજુ કેટલાક લોકો અંધવિશ્વાસના કારણે અશુભ થવાનો ડર સતાવતો હોય છે તો બીજી તરફ એવા પણ લોકો હોય છે જેને બિલાડીઓનો ખુબ પ્રેમ પણ મળતો હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો બિલાડીનો જીવ બચાવતા નજર આવી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી બિલ્ડીંગની ખુબ ઊંચાઈ પર ફસાઈ જાય છે. બિલ્ડીંગની ઊંચાઈને જોઈને તમે અંદાજો લગાવી શકાય છે કે બિલાડીના જીવને કેટલો વધારે ખતરો હતો. પરંતુ બિલાડીની કિસ્મત સારી નીકળી. એક વ્યક્તિએ કોઈ વસ્તુની મદદથી બિલાડીને નીચે પાડવાની કોશિશ કરે છે. તેને જોઈને તમારા દિલ ધડકન જરૂર અટકી ગઈ હશે.
પરંતુ વીડિયોના અંતમાં દેખાય છે કે નીચે કેટલાક લોકો બિલાડીનો જીવ બચાવવાની પુરી તૈયારી કરેલી હતી. ચારેય બાજુથી લોકોએ એક મોટી ચાદરને પકડેલી હતી જેના લીધે બિલાડી તેની અંદર જ પડે અને તેને વાગે નહિ. લોકોની સુજ-બુજથી એક માસુમ પ્રાણીનો જીવ બચી ગયો. બિલાડીને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચતું નહિ તો આટલી ઊંચાઈ પરથી પડ્યા બાદ તેનું બચવું લગભગ ના બરાબર જ હતું. આ વીડિયોને 1 મિલિયન કરતા પણ વધુ લોકો પસંદ કરી ચુક્યા છે.