7 ગ્રહોની ચાલમાં બદલાવ આવ્યો, જાણો કઈ રાશિ માટે શુભ અને કોના માટે અશુભ - Chel Chabilo Gujrati

7 ગ્રહોની ચાલમાં બદલાવ આવ્યો, જાણો કઈ રાશિ માટે શુભ અને કોના માટે અશુભ

જ્યોતિષશાસ્ત્રના આધારે સપ્ટેમ્બર મહિનો ખુબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં ઘણા ગ્રહો જેમ કે સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, રાહુ-કેતુ અને શનિની ચાલમાં બદલાવ થશે.  જેમાંથી સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ-કેતુ એક રાશિને છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ વક્રી થશે અને ગુરુ અને શનિની ચાલ વક્રિમાંથી માર્ગીમાં બદલાઈ જશે. એક મહિનામાં આટલા પરિવર્તન જ્યોતિષશાસ્ત્રના આધારે ખુબ મહત્વપૂર્ણ  માનવામાં આવે છે. એવામાં 9 ગ્રહોની ચાલમાં આ પરિવર્તન દરેક રાશિઓ પર વ્યાપક રહેશે.

સૂર્યનું રાશિપરિવર્તન:
આ મહિનાના 17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિને છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિશાસ્ત્રના આધારે સૂર્ય એક મહિનામાં પોતાની રાશિ બદલી નાખે છે. કુંડળીમાં સૂર્યનું મજબૂત હોવા પર વ્યક્તિને માન-સન્માન, યશ અને તરક્કી મળે છે.

શુભ પ્રભાવ-મેષ, કર્ક અને ધનુ

અશુભ પ્રભાવ- વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક

મધ્યમ પ્રભાવ- મકર, કુંભ, મીન

મંગળ થશે વક્રી:
એકદમ સાહસી અને પરાક્રમી ગ્રહ પૃથ્વી પુત્ર મંગળ 10 સપ્ટેમ્બરની સવારે 3 વાગ્યે વક્રી થશે અને 4 ઓક્ટોબરની સવારે 10 વાગ્યે ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે પુનઃમંગલ 14 નવેમ્બરે માર્ગી થશે.

શુભ પ્રભાવ-કુંભ, મીન, વૃશ્ચિક

અશુભ પ્રભાવ- કર્ક, સિંહ. કન્યા, તુલા

મધ્યમ પ્રભાવ- મેષ, વૃષભ, મિથુન, મકર, ધનુ

બુધનું રાશિપરિવર્તન:
3 સપ્ટેમ્બરના રોજ બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે, હવે 22 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તનનો પ્રભાવ યુવાઓ, શિક્ષા અને વ્યાપાર ક્ષેત્રમાં પડશે. બુધ ચંદ્રમાને પોતાનો શત્રુ મને છે પણ ચંદ્રમા બુધને પોતાનો મિત્ર માને છે. ત્યારે જ આ બંન્નેનો એકબીજાનો વિરોધાભાસી પ્રભાવ જોવા મળતો રહે છે.

શુભ પ્રભાવ-મેષ, કર્ક, સિંહ. કુંભ

અશુભ પ્રભાવ- વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક

મધ્યમ પ્રભાવ- મકર, ધનુ, મીન

ગુરુ થશે માર્ગી:
13 સપ્ટેમ્બરથી ગુરુ ધનુ રાશિમાં માર્ગી થઇ રહ્યો છે જ્યા તે 20 નવેમ્બર સુધી રહેશે. ઘનું અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચ તથા મકર રાશિમાં નીચેની ક્ષમતાનો માનવામાં આવે છે.

શુભ પ્રભાવ- મેષ, મિથુન, વૃશ્ચિક

અશુભ પ્રભાવ-વૃષભ, કર્ક, કન્યા, તુલા

મધ્યમ પ્રભાવ-સિંહ, ઘનું, મકર, કુંભ, મીન

શુક્રનું રાશિ પરિવર્તન:
સુખ અને વૈભવનો કારક શુક્ર ગ્રહ 27 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે 23 ઓક્ટોબર સુધી રહેશે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. કન્યા રાશિમાં નીચેની રાશિગત અને મીન રાશિમાં ઉચ્ચ રાશિગત હોય છે. કુંડળીમાં શુક્રના શુભ પ્રભાવથી વ્યક્તિને દરેક પ્રકારની સુખ સુવિધાઓને લગતી વસ્તુઓ પ્રાપ્ત થશે.

શુભ પ્રભાવ-સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર

અશુભ પ્રભાવ- કુંભ,મીન, વૃશ્ચિક

મધ્યમ પ્રભાવ- મેષ, વૃષભ, મિથુન, કર્ક

શનિની ચાલમાં થશે બદલાવ:

જ્યોતિષોના આધારે શનિની વિશેષ ભૂમિકા હોય છે. શનિ 29 સપ્ટેમ્બરના રોજ મકર રાશિમાં માર્ગી થશે. તેની પહેલા શનિ 11 મૈં ના રોજ વક્રી થયા હતા.

શુભ પ્રભાવ-કર્ક, કન્યા, વૃશ્ચિક, સિંહ

અશુભ પ્રભાવ- મેષ, વૃષભ, મિથુન, તુલા, ધનુ

મધ્મયમ પ્રભાવ- મકર, કુંભ, મીન


રાહુનું રાશિપરિવર્તન:

23 સપ્ટેમ્બરના રોજ રાહુ 18 મહિના પછી પોતાની રાશિ બદલી રહ્યો છે. રાહુની ચાલમાં બદલાવ ખુબ જ ખાસ હોય છે.  18 મહિના પછી રાહુ મિથુન રાશિની યાત્રા સમાપ્ત કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં તે એપ્રિલ 2022 સુધી રહેશે જેના પછી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

શુભ પ્રભાવ-કર્ક, સિંહ, મીન, ઘનું

અશુભ પ્રભાવ- મેષ, વૃષભ, મિથુન, કન્યા

મધ્યમ પ્રભાવ- તુલા, વૃશ્ચિક, મકર, કુંભ

કેતુનું રાશિ પરિવર્તન:
કેતુને રહસ્યમયી કાંતિ તથા ગૌરવશાળી જ્યોતિ કિરણ કહેવામાં આવ્યું છે. કોઈપણ જાતકની જન્મકુંડળીમાં કેતુ જે ભાવમાં રહે છે તે ગ્રહના સ્વામીના આધારે ફળ આપે છે અથવા જે ગ્રહની સાથે રહે છે તે ગ્રહના પ્રભાવમાં વૃદ્ધિ કરે છે.

શુભ પ્રભાવ-તુલા, સિંહ, મિથુન, તુલા
અશુભ પ્રભાવ- મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન

yc.naresh

disabled