ટી20 વર્લ્ડ કપ 2021: સાનિયા મિર્ઝાએ ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન લીધો મોટો નિર્ણય, વિડીયો શેર કરીને કહી આ વાત…
ભારત પાકિસ્તાન મેચ પહેલા સાનિયા મિર્ઝાએ લીધો મોટો નિર્ણય
ટી 20 વર્લ્ડ કપની મેચ 4 ઓક્ટોબરે યોજાનાર છે, ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. આ દરમ્યાન ભારતની ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા અવારનવાર પાકિસ્તાનને લઈને ટ્રોલ થતી હોય છે તેણે ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વિચાર્યું છે.
જણાવી દઈએ કે સાનિયા હંમેશા માટે સોશિયલ મીડિયાથી દૂર નથી થવાની પરંતુ તેણે આ નિર્ણય માત્ર ભારત-પાકિસ્તાન મેચને લઈને લીધો છે. સાનિયાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક મ્યુઝિકલ વીડિયો શેર કર્યો છે જેમાં તે અચાનક ગાયબ થઈ જાય છે.
ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન સોશિયલ મીડિયા પરના ઝેરી વાતાવરણને કારણે તેણે આ નિર્ણય લીધો છે. આ બંને ટીમો બે વર્ષ પછી એકબીજા સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 16 જૂન 2019ના રોજ ‘મેનચેસ્ટર’ વર્લ્ડકપ દરમ્યાન રમાઈ હતી. ટી20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે આ બે કટ્ટર વિરોધી ટીમ વચ્ચે મેચ રમાશે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થાય છે ત્યારે સાનિયાને બંને દેશોના પ્રેક્ષકો દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવે છે તેનું કારણ એ છે તેનો પતિ શોએબ પાકિસ્તાન માટે રમે છે અને સાનિયા ભારતની છે. સાનિયાએ રીલના કેપ્શનમાં લખ્યું, બાય-બાય.
મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું મુખ્ય કારણ શોએબ મલિક છે.સાનિયાના લગ્ન પાકિસ્તાની ખેલાડી શોએબ સાથે થયા હતા. શોએબ મલિકને પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. તે ઘણા વર્ષોથી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમે છે.
પાકિસ્તાન આજ સુધી વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવી શક્યું નથી. 50 ઓવરના વર્લ્ડ કપ હેઠળ અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે જેમાં ભારત 7-0થી આગળ છે. તેમજ ટી 20 વર્લ્ડ કપ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ હતી, જેમાં ટીમ ઇન્ડિયા 4-0થી આગળ છે.
બંને દેશો વચ્ચે એક મેચ ટાઇ પડી હતી,જે બોલ આઉટમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. એટલું જ નહીં વર્ષ 2007માં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટી 20 વર્લ્ડકપનો ખિતાબ પણ જીત્યો હતો. સમગ્ર રીતે જોઈએ તો પાકિસ્તાન વર્લ્ડ કપની મેચમાં ભારત સામેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.
View this post on Instagram