છૂટાછેડાની ખબરો વચ્ચે શોએબ મલિકે સાનિયા મિર્ઝાના જન્મદિવસ પર આ શું કરી દીધું? વાંઢાઓ થઇ ગયા નાખુશ - Chel Chabilo Gujrati

છૂટાછેડાની ખબરો વચ્ચે શોએબ મલિકે સાનિયા મિર્ઝાના જન્મદિવસ પર આ શું કરી દીધું? વાંઢાઓ થઇ ગયા નાખુશ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. ત્યારે આ વચ્ચે શોએબે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સાનિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સાનિયાના 36માં જન્મદિવસ પર શોએબે સાનિયા સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેણે ફોટો સાથે લખ્યું, ‘હેપ્પી બર્થડે સાનિયા મિર્ઝા, હું તને સ્વસ્થ અને સુખી જીવનની કામના કરું છું. તારો દિવસ ખુશીઓ સાથે પસાર થાય.

તમને જણાવી દઈએ કે સાનિયાનો જન્મ 15 નવેમ્બર 1986ના રોજ થયો હતો. પાકિસ્તાન અને UAEના મીડિયામાં સમાચાર એવા છે કે, સાનિયા અને શોએબે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. આ સમાચાર હજુ પણ હેડલાઇન્સમાં છે. બંને વચ્ચેના સંબંધો બરાબર ચાલી રહ્યા ન હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે શોએબે એક શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. ત્યારથી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

જો કે આ મામલે હજુ સુધી સાનિયા અને શોએબ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. શોએબ મલિક અને સાનિયા મિર્ઝા 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં આયોજિત પરંપરાગત સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. શોએબ મલિક સાથે લગ્ન કરવા દરમિયાન સાનિયાનો દેશભરમાં વિરોધ પણ થયો હતો. શોએબ મલિક સાથેના લગ્ન પહેલા સાનિયાએ સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી, જે તેનો બાળપણના મિત્ર હતો.

પરંતુ કોઈ કારણસર બંનેની સગાઈ તૂટી ગઈ. સાનિયા અને શોએબ વર્ષ 2018માં માતા-પિતા બન્યા હતા. છૂટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા અને શોએબ ટૂંક સમયમાં સાથે જોવા મળવાના છે. સાનિયા અને શોએબે જાહેરાત કરી છે કે તેઓ એક ટોક શો લાવવા જઈ રહ્યા છે. આ નવા કાર્યક્રમનું નામ ‘મિર્ઝા મલિક શો’ રાખવામાં આવ્યું છે. તેનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે.

આ શો પાકિસ્તાની ચેનલ પર આવવાનો છે. હવે નવા શોની જાહેરાત વચ્ચે ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે કે શું ખરેખર બંને છૂટાછેડા લઇ રહ્યા છે ? બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે? આ સવાલોના જવાબ કદાચ ટોક શો આવ્યા બાદ મળી શકશે.

Live 247 Media

disabled