સાંઈબાબાના આ મહામંત્રના જાપ કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ થશે પૂર્ણ - Chel Chabilo Gujrati

સાંઈબાબાના આ મહામંત્રના જાપ કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ થશે પૂર્ણ

ગુરવારનો દિવસ સાંઈબાબાની પૂજા અર્ચના કરવા માટે ખાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સાંઈબાબા પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે સાંઈબાબાનું વ્રત જો કોઈ ભક્ત 9 ગુરુવાર સુધી રાખે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહિ ભક્તોની મનોકામનાઓ સાંઈબાબાના મંત્રોથી પણ પૂર્ણ થાય છે.

માન્યતાઓ પ્રમાણે સાંઈ મહામંત્ર તરીકે સાંઈબાબાના 108 નામ  લેવામાં આવે છે. સાંઈબાબા નામાવલી પણ સાંઈબાબાના 108 નામને જ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે સાંઈબાબાની નજીક સાંઈનાથ મંત્રના ઉચ્ચારણ કરીને પહોંચાય છે. એવું પણ કહેવામાં આવે છે કે ઈશ્વરની નજીક જવાની શક્તિ તેમના મંત્રોમાં હોય છે કારણ કે તે ચમત્કારિક અને શક્તિશાળી હોય છે.

આ છે સાંઈબાબાના મહામંત્ર:

 1. ॐ साईं राम
 2. जय जय साईं राम
 3.  सबका मालिक एक है
 4. ॐ साईं देवाय नमः
 5. ॐ साईं गुरुवाय नमः
 6.  ॐ शिर्डी देवाय नमः
 7. ॐ सर्व देवाय रूपाय नमः
 8. ॐ समाधिदेवाय नमः
 9. ॐ अजर अमराय नमः
 10. ॐ मालिकाय नमः
 11. ॐ फखिरदेवाय नमः
 12. ॐ शिरडी वासाय विद्महे सच्चिदानंदाय धीमहि तनो साईं प्रचोदयात
 13. ॐ सर्वज्ञा सर्व देवता सवरूप अवतारा , सत्य धर्म शांति प्रेमा स्वरूप अवतारा, सत्यम शिवम् सुन्दरम स्वरुप अवतारा , अनंत अनुपम ब्रह्म स्वरूप अवतारा , ॐ परमानंद श्री शिरडी नाथाय नमः

આ છે સાંઈની વ્રતકથા અને પૂજા વિધિ:
માન્યતા પ્રમાણે ગુરુવારના દિવસે સાંઈનાથ ભગવાનની પૂજા કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાળકથી લઈને વૃદ્ધ સુઘી અને મહિલાઓ પણ સાંઈબાબાનું વ્રત કરી શકે છે. કોઈપણ વ્યક્તિ નાત-જાતના ભેદભાવ વિના આ વ્રત કરી શકે છે.

સાંઈબાબાના નામની સાથે ગુરુવારના રોજ કોઈપણ વ્યક્તિ આ વ્રત શરૂ કરી શકે છે. સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટોની પૂજા સવાર સાંજ કરવી. પીળું અથવા તો લાલ કપડાંનું આસાન બિછાવી સાંઈબાબાની મૂર્તિ અથવા તસ્વીર તેના ઉપર રાખી દેવી, ત્યારબાદ ચંદન અથવા કુમકુમનો ચાંદલો કરવો.

ત્યારબાદ પીળા ફૂલ અથવા હાર સાંઈનાથ ભગવાનની મૂર્તિ અથવા તસ્વીર ઉપર ચઢાવવા. ત્યારબાદ સાંઈ વ્રતની કથા દીવો પ્રગાટાવીને વાંચવી અને બાબાનું ધ્યાન કરવું. કોઈપણ ફળાહાર અથવા તો મીઠાઈ પૂજાની અંદર પ્રસાદમાં ભોગ લગાવો.

જ્યારે આ રીતે સાંઈબાબાના 9 વ્રત પૂર્ણ થઇ જાય ત્યારે પાંચ ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવી ઈચ્છા અનુસાર દાન અંતિમ વ્રતના દિવસે કરવું.  આ ઉપરાંત 7,11 અથવા 21 પુસ્તકો સાંઈબાબાની કૃપાના પ્રચાર પ્રસાર માટે ભક્તોમાં વહેંચવા. આ રીતે વ્રતને સમાપ્ત કરવું.

Uma Thakor

disabled